• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

નવોદિત પ્રિયાંશ આર્યની આતશી સદી

ચેન્નાઇ સામે શરૂઆતના ધબડકા પછી પંજાબના 6 વિકેટે 219

મુલ્લાનપુર તા.8: નવોદિત ડાબોડી ઓપનિંગ બેટર પ્રિયાંશ આર્યની અદભૂત આક્રમક સદીના સહારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના આજના બીજા મેચમાં પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 6 વિકેટે 219 રન થયા હતા. 24 વર્ષીય અનકેપ્ડ પ્લેયર પ્રિયાંશ આર્યે આઇપીએલ ઇતિહાસની પાંચમી ઝડપી સદી કરી હતી. તેણે પોતાની સદી 39 દડામાં બનાવી હતી. પંજાબના ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે પ્રિયાંશ આર્યે 42 દડામાં 7 ચોક્કા અને 9 છક્કાથી 103 રનની આતશી ઇનિંગ રમી સીએસકેની બોલિંગ-ફિલ્ડીંગ વેરવિખેર કરી નાંખી હતી. તે આઇપીએલમાં સદી કરનારો ભારતનો છઠ્ઠો અનકેપ્ડ પ્લેયર બન્યો છે.

પંજાબના ટોપ ઓડર્રના બેટર્સ પ્રભસિમરન સિંઘ (0), કપ્તાન શ્રેયસ અય્યર (9), માર્કોસ સ્ટોઇનિસ (4), નેહલ વડેરા (9) અને ગ્લેન મેકસવેલ (1) ધડાધડ આઉટ થયા હતા. તો બીજી તરફ પ્રિયાંશ આર્યે એકલવીર બની પંજાબની રન રફતાર વધારી હતી. તેના અને શશાંક સિંહ વચ્ચે છઠ્ઠી વિકેટમાં 34 દડામાં 71 રનની ભાગીદારી થઇ હતી. અંતમાં શશાંકે ડેથ ઓવર્સમાં માર્કો યાનસન સાથે મળીને સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 38 દડામાં 6પ રનનો ઉમેરો કરી પંજાબનો સ્કોર 219 રને પહોંચાડયો હતો. શશાંકે 36 દડામાં 2 ચોક્કા-3 છકકાથી પ2 અને યાનસને 19 દડામાં 34 રન કર્યાં હતા. બન્ને નોટઆઉટ રહ્યા હતા. ચેન્નાઇ તરફથી ખલિલ અને અશ્વિને 2-2 વિકેટ લીધી હતી.

ઓછા દડામાં ઝડપી સદી

30        ક્રિસ ગેલ             બેંગ્લુરુ વિ. પૂણે વોરિયર્સ       2013

37        યુસુફ પઠાણ         રાજસ્થાન વિ. મુંબઇ            2010

38        ડેવિડ મિલર         પંજાબ વિ. બેંગ્લુરુ               2013

39        ટ્રેવિસ હેડ                       હૈદરાબાદ વિ. બેંગ્લુરુ            2024

39        પ્રિયાંશ આર્ય        પંજાબ વિ. ચેન્નાઇ               2025

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક