• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

ટાઇટન્સ વિ. રોયલ્સની ટક્કરમાં બોલર્સની પરીક્ષા

અમદાવાદ, તા. 8: ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ બુધવારના મેચમાં આમને-સામને હશે. ટાઇટન્સના હાલ 4 મેચમાં 3 જીતથી 6 અંક છે. તે વધુ એક જીતથી પોઇન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માગશે. બીજી તરફ રોયલ્સ પાસે 4 પોઇન્ટ છે. આગળ જતાં જો અને તોની સ્થિતિથી બચવા તેના માટે જીત જરૂરી છે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સપાટ પિચ પર બન્ને ટીમના બોલર્સનો દેખાવ મહત્ત્વનો બની રહેશે. કારણ કે અહીં 200 આસપાસનો સ્કોર અપેક્ષિત માનવામાં આવે છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિનર સાઇ કિશોર શાનદાર દેખાવ કરી રહ્યા છે. સિરાજે ઉપરાઉપરી બે મેચમાં કાતિલ દેખાવ કરીને મેચ વિનિંગ પરર્ફોમન્સ આપ્યું છે. જો કે ટીમના મિસ્ટ્રી સ્પિનર રાશિદ ખાન અને અનુભવી ઇશાંત શર્માનું ખરાબ ફોર્મ ટાઇટન્સને ભારે પડી રહ્યંy છે. ટી-20નો સફળ સ્પિનર રાશિદ ખાન 4 મેચમાં ફકત 1 વિકેટ લઇ શક્યો છે અને પ્રતિ ઓવર 10 રનથી વધુનો ખર્ચ કરી રહ્યો છે. ઇશાંતે 3 મેચમાં 1 વિકેટ લીધી છે. રાજસ્થાન સામેના મેચમાં ગુજરાતની ઇલેવનમાંથી ઇશાંત લગભગ બહાર થઇ શકે છે. મોદી સ્ટેડિયમ ટાઈટન્સના કેપ્ટન શુભમન ગઢનો બેટિંગ કિલ્લો છે. તે અહીં વધુ એક શાનદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવવા માંગશે. વોશિંગ્ટન સુંદરે પંજાબ સામે આક્રમક 49 રન કરીને ગુજરાતની બેટિંગ ઉંડાઇનો નમૂનો રજૂ કર્યો હતો.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સ માટે રાહતની વાત એ છે કે તેનો સ્ટાર બેટર યશસ્વી જયસ્વાલ ફોર્મ વાપસી કરી ચૂક્યો છે. જયારે રિયાન પરાગ પણ રન કરી રહ્યો છે. રોયલ્સની ચિંતા બોલિંગ છે. સંદિપ શર્માને છોડીને કોઇ બોલરમાં નિરંતરતા જોવા મળી નથી. જોફ્રા આર્ચરે પાછલા મેચમાં પંજાબ સામે 2પ રનમાં 3 વિકેટ લીધી હતી. ટીમને તેની પાસેથી આવા જ પ્રદર્શનની આશા રહેશે. કપ્તાન સંજૂ સેમસન મોદી સ્ટેડિયમની સપાટ વિકેટ પર પાવરપ્લેમાં પાવર હિટિંગની રણનીતિ રાખશે, પણ તેની સામે સિરાજની કઠિન ચુનૌતિ હશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક