હરારે
તા.13: વન ડે ક્રિકેટમાં બેટધરોના દબદબાને લઇને ચાલી રહેલી ચિંતાને ધ્યાને રાખીને આઇસીસી
પ0 ઓવરના આ ફોર્મેટમાં બે દડાના ઉપયોગના નિયમમાં ફેરફાર કરી શકે છે. પૂર્વ ભારતીય કપ્તાન
સૌરવ ગાંગુલીના અધ્યક્ષ પદ હેઠળની આઇસીસી ક્રિકેટ કમિટિએ વન ડે ફોર્મેટમાં એક જ દડાનો
ઉપયોગ કરવાની ભલામણ કરી છે. બે નવા દડાનો ઉપયોગ એક દશકથી લાગૂ છે. ક્રિકેટ કમિટિની
ભલામણનો સ્વીકાર થશે તો જલ્દીથી વન ડે ફોર્મેટમાં એક ઇનિંગમાં બે નવા દડાને બદલે એક
દડાનો ઉપયોગ થશે. આઇસીસી બોર્ડે આજે આ મુદ્દે હરારેમાં ચર્ચા કરવાની છે.
હાલ
વન ડેમાં બે સફેદ કુકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. બોલર બન્ને છેડેથી અલગ અલગ
બોલનો ઉપયોગ કરે છે. આથી દડો કડક રહે છે અને બેટધરો છૂટથી રન કરે છે. ફિલ્ડીંગમાં
30 ગજના ઘેરામાં ફકત ચાર ફિલ્ડર હોવાનો પણ બેટધરોને ફાયદો મળે છે. મહાન ખેલાડી સચિન
તેંડુલકર પણ વન ડેમાં બે દડાના ઉપયોગનો વિરોધ કરી
ચૂકયા છે.
આઇસીસી
આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સ્લો ઓવર રેટ ક્લોક ટાઇમરનો ઉપયોગ અને અન્ડર-19 વર્લ્ડ કપ
વન ડેમાંથી ટી-20 ફોર્મટમાં તબદીલ કરી શકે છે.