• રવિવાર, 06 જુલાઈ, 2025

બુમરાહને વિશ્રામ કેમ ? કેપ્ટન ગિલની ચોખવટ

ભારતીય ઇલેવનમાં ત્રણ ફેરફાર થયા

બર્મિંગહામ, તા.2: બીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ત્રણ ફેરફાર થયા હતા. સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહને રેસ્ટ અપાયો હતો. તેના સ્થાને આકાશ દીપને તક મળી હતી જ્યારે વનડાઉન બેટર સાઇ સુદર્શનના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થયો હતો. આથી કુલદીપ યાદવ ફરી ઇલેવનમાં એન્ટ્રી કરી શક્યો ન હતો. શાર્દુલ ઠાકુરને પણ પડતો મુકવામાં આવ્યો હતો. તેના સ્થાને યુવા ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીનું પુનરાગમન થયું છે. ઇંગ્લેન્ડની ઇલેવનમાં કોઇ ફેરફાર થયો ન હતો અને તે બે દિવસ અગાઉ જ જાહેર થઇ ચૂકી છે. ઇંગ્લેન્ડના કપ્તાન સ્ટોકસે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.

ટોસ બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે કહ્યું કે ટોસ જીતવાની સ્થિતિમાં તે પણ પહેલા બોલિંગ જ પસંદ કરત કારણ કે પીચમાં જે પણ મદદ છે તે પહેલા દિવસે હશે. બુમરાહ વિશે જણાવ્યું કે તેને આરામ અપાયો છે. આથી તેના વર્કલોડને મેનેજ કરી શકાય.

ભારતીય ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરૂણ નાયર, શુભમન ગિલ, ઋષભ પંત, નીતિશકુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢ : બિલ્ડરના ઘરમાં ઘૂસી 7 લાખ રોકડા 3.50 કરોડના ચેક પડાવી લીધા પૈસાની લેતી-દેતી કારણભૂત : મારકૂટ કરનાર 4 સામે ફરિયાદ July 05, Sat, 2025