શમીને હાઇ કોર્ટમાંથી ફટકો : પત્ની અને પુત્રીએ મહિને 4 લાખ રૂપિયા આપવા આદેશ
કોલકતા,
તા.2: ભારતીય ટીમની બહાર ચાલી રહેલ ઝડપી બોલર મોહમ્મદ શમીને કોલકતા હાઇ કોર્ટમાંથી
મોટો ફટકો પડયો છે. હાઇ કોર્ટે મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાં અને પુત્રી આયરાને
ખર્ચ પેટે દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ માટે આપવા હુકમ કર્યો છે. કોર્ટે કહ્યંy છે
કે 1.પ0 લાખ રૂપિયા હસીન જહાંને આપવાના રહેશે અને પુત્રી આયરાને 2.પ0 લાખ મળશે. અગાઉ
કોર્ટે મોહમ્મદ શમીને વર્ષ 2023માં 1.30 લાખ રૂપિયા ગુજારા ભથ્થું પત્ની અને પુત્રીને
આપવાનો હુકમ કર્યો હતો. આ રકમ ઓછી હોવાનું જણાવી હસીન જહાંએ હાઇકોર્ટમાં વધારો કરવાની
અપીલ કરી હતી. જે હાઇ કોર્ટે માન્ય રાખી છે. મોહમ્મદ શમી અને હસીન જહાંના નિકાહ
2014માં થયા હતા. 2018માં બન્ને છૂટા પડી ગયા હતા ત્યારથી આ મામલો કોર્ટમાં છે.