• મંગળવાર, 03 માર્ચ, 2026

પાવર હિટર્સ અને ઓર્થોડોક્સ સ્પિનર્સ લાવલાવ : આજે અબુધાબીમાં ઈંઙક હરાજી

ઓક્શનમાં સામેલ 359 ખેલાડીમાંથી ફક્ત 77 જ વેચાશે

કેમરૂન ગ્રીન પર 20 કરોડથી વધુની બોલી લાગી શકે છે

KKR પાસે સૌથી વધુ અને MI પાસે સૌથી ઓછી રકમનું પર્સ

2 કરોડની બેઝ પ્રાઇસમાં 40 ખેલાડી સામેલ

ઓક્શનમાં વધુમાં વધુ 237.55 કરોડ રૂપિયા વપરાશે

અબુધાબી, તા.1પ: આઇપીએલ-2026 સીઝનનું મીની ઓકશન આવતીકાલ મંગળવારે અહીં યોજાશે. જેમાં 3પ9 ખેલાડી પર બોલી લાગી શકે છે. જો કે આ વખતે ફકત 77 ખેલાડી જ વેચાશે. જેમાં 31 વિદેશીના સ્થાન સુરક્ષિત છે. કોલકતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ 13 અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 10 સ્થાન ખાલી છે. આઇપીએલ ઓક્શનમાં કેકેઆર ફ્રેંચાઇઝી પાસે સૌથી વધુ 64.30 કરોડનું અને સૌથી ઓછું મુંબઇ ઇન્ડિયન્સ પાસે 2.7પ કરોડ રૂપિયાનું પર્સ છે. રિપોર્ટ અનુસાર આ વખતની હરાજીમાં સૌથી વધુ રકમ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને મળી શકે છે. તેની બોલી 20 કરોડ ઉપર પહોંચી શકે છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઇ, ઇંગ્લેન્ડનો ફટકાબાજ લિયામ લિવિંગસ્ટોન, વિકેટકીપર જેમી સ્મિથને પણ મોટી રકમ મળી શકે છે. બીજી તરફ વૈંકટેશ અય્યરને તેના પાછલા ભાવ 23 કરોડથી આ વખતે ઘણું નુકસાન કરવું પડી શકે છે.

આઇપીએલ ઓક્શનનો પ્રારંભ મંગળવારે બપોરે 2-30 વાગ્યે થશે. જે રાત્રે 10-00 વાગ્યા આસપાસ સમાપ્ત થશે. આ વખતે ટોપ ઓર્ડરમાં રમી શકે તેવા પાવર હિટર્સ અને સ્લગ ઓવર્સમાં ફિનિશર બની શકે તેવા ખેલાડીઓ હરાજીમાં લાવલાવ થશે. ઇમ્પેકટ પ્લેયરના નિયમને લીધે પાછલા કેટલાક સમયથી આઇપીએલમાં ઓલરાઉન્ડરર્સનું મહત્ત્વ ઓછું થયું છે. દરેક ફ્રેંચાઇઝી ઓર્થોડોકસ સ્પિનરો અને મીડીયમ પેસ બોલરોની પણ હરાજીમાં શોધ કરશે અને મોટી રકમની બોલી લગાવી શકે છે.

આઇપીએલ ઓકશન માટે કુલ 13પપ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ફક્ત 3પ9 ખેલાડી ઓકશન માટે પસંદ થયા છે. જેમાં 244 ભારતીય અને 11પ ખેલાડી સામેલ છે. આ ખેલાડીઓમાંથી 40 ખેલાડીઓએ ખુદની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી છે. આ બ્રેકેટમાં ભારતના ફક્ત બે જ ખેલાડી રવિ બિશ્નોઇ અને વૈંકટેશ અય્યર છે.

આઇપીએલના નિયમ અનુસાર કોઇ પણ વિદેશી ખેલાડીને 18 કરોડથી વધુની રકમ મળશે નહીં. તેના પર 20 કરોડની બોલી લગે અને કરાર મળે તો બાકીના બે કરોડ કટ થઇ જશે અને તે ખેલાડીઓના વેલફેર ફંડમાં જમા થશે. આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોટી રકમ ઋષભ પંતને મળી હતી. 202પના ઓકશનમાં એલએસજીએ પંતને ખરીદવા માટે 27 કરોડનો ખર્ચ કર્યો હતો.

કેટલાક અનકેપ્ડ ખેલાડીઓને જેકપોટની સંભાવના

કેટલાક અનકેપ્ડ ખેલાડી પર હરાજીમાં ધનવર્ષા થઇ શકે છે. જેમાં સૌરાષ્ટ્રનો ડાબા હાથનો સ્પિનર ક્રેઇન્સ ફૂલેત્રા પણ સામેલ છે. તે ફકત બે ટી-20 મેચ સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો. ગત સીઝનમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ બોલર હતો. આ વખતે બે ટીમની નજર ક્રેઇન્સ ફૂલેત્રા પર રહેશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર અકિબ નબી, રાજસ્થાનના ઝડપી બોલર અશોક શર્મા, ઉત્તરપ્રદેશ ટીમના ઓલરાઉન્ડર પ્રશાંત વીર, રાજસ્થાનના વિકેટકીપર કાર્તિક શર્મા સહિતના બીજા કેટલાક ખેલાડીઓ સામેલ છે.

કઈ ફ્રેંચાઇઝી પાસે કેટલું પર્સ

કોલકતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ 64.30 કરોડની રકમ હાથ પર છે. કેકેઆર ટીમની નજર આક્રમક ઓપનર ઉપરાંત સારા વિકેટકીપર પર છે.  જયારે મુંબઇ ઇન્ડિયન્સ પાસે ફકત 2.7પ કરોડ રૂપિયા છે. આથી નીતા અંબાણી એન્ડ કંપની પાસે ઓક્શનમાં શાંતિથી બેસી રહેવાનું છે. તેઓ વધુમાં વધુ પ ખેલાડી ખરીદી શકે છે. જેમાં એક નામ વિદેશી હશે. મુંબઇની ટીમ તૈયાર થઇ ચૂકી છે. તે સારા બેકઅપ ખેલાડીઓની તલાશમાં છે. તમામ ફ્રેંચાઇઝી પાસેની મળીની પર્સની કુલ રકમ 237.પપ કરોડ જેવી થાય છે.

કોલકતા નાઇટ રાઇડર્સ  64.30 કરોડ

ચેન્નાઇ સુપર કિંગ્સ      43.40 કરોડ

સનરાઇઝર્સ હૈદરાબાદ   25.50 કરોડ

લખનઉ સુપર જાયન્ટસ  22.95 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 16.40 કરોડ

રાજસ્થાન રોયલ્સ        16.05 કરોડ

ગુજરાત ટાઇટન્સ        12.90 કરોડ

પંજાબ કિંગ્સ     11.50 કરોડ

મુંબઇ ઇન્ડિયન્સ          2.75 કરોડ

(તમામ રકમ રૂપિયામાં છે)

--------

ઇ-પેપરના નવા શુલ્ક