BCCIની નવી ગાઇડ લાઇન રોહિત-વિરાટને પણ લાગુ પડશે
મુંબઈ,
તા.1પ : બીસીસીઆઇએ વાર્ષિક કરારબદ્ધ ખેલાડીઓ માટે નવો નિયમ બનાવ્યો છે. રિપોર્ટ અનુસાર
ભારતની સફેદ દડાની ટીમમાં રમતા તમામ ખેલાડીઓએ આગામી વિજય હઝાર વન ડે ટ્રોફીના ઓછામાં
ઓછા બે મેચ રમવા પડશે. આનો અર્થ એ થયો કે ટીમ ઇન્ડિયાના બે સિતારા ખેલાડી રોહિત શર્મા
અને વિરાટ કોહલી લાંબા સમય પછી વિજય હઝારે ટ્રોફીમાં ઉતરશે. ડોમેસ્ટિક વન ડે ટૂર્નામેન્ટ
વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ 24 ડિસેમ્બરથી થઇ રહ્યો છે. જે 18 જાન્યુઆરી સુધી રમાશે.
રોહિત
શર્માએ મુંબઈ તરફથી વિજય હઝારે ટ્રોફીમાં રમવાની પુષ્ટિ કરી દીધી છે. તે બે કરતા વધુ
મેચ રમે તેવી સંભાવના છે જ્યારે વિરાટ કોહલીએ પણ દિલ્હી ટીમનો હિસ્સો બનવાની લીલી ઝંડી
આપી દીધી છે. જો કે તે કયા બે મેચનો હિસ્સો બનશે તેવી વિશે કોઈ જાણકારી સામે આવી નથી.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ બન્ને સ્ટાર ખેલાડી ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી
સંન્યાસ લઈ ચૂક્યા છે અને ફકત વન ડે ફોર્મેટ રમે છે. જેમાં હાલ બન્ને શાનદાર ફોર્મ
છે. કોહલીએ પાછલી આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં બે સદી અને એક અણનમ અર્ધસદી કરી હતી.
જ્યારે રોહિતે બે અર્ધસદી કરી હતી.
-----