• મંગળવાર, 03 માર્ચ, 2026

સાઇમન હાર્મર અને શેફાલી વર્માને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

દુબઈ, તા.1પ : આફ્રિકી સ્પિનર સાઇમન હાર્મર અને ભારતીય મહિલા ટીમની આક્રમક ઓપનિંગ બેટર શેફાલી વર્મા નવેમ્બર મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદ થયા છે.

સાઇમાન હાર્મરે ભારત સામેની બે ટેસ્ટની શ્રેણીમાં કુલ 17 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. હાર્મરના શાનદાર દેખાવથી દ. આફ્રિકાએ બે દશક પછી ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી કબજે કરી હતી. તે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યો છે.

જ્યારે મહિલા વિભાગમાં શેફાલી વર્માને આ એવોર્ડ નવેમ્બરના પ્રારંભમાં વર્લ્ડ કપ ફાઇનલમાં આફ્રિકા સામે કરેલ ઓલરાઉન્ડ દેખાવ માટે મળ્યો છે. તેણીએ 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી અને બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી.

-------

ઇ-પેપરના નવા શુલ્ક