• મંગળવાર, 03 માર્ચ, 2026

અક્ષર બાકીના બે મેચની બહાર શાહબાજ અહમદનો ટીમમાં સમાવેશ

લખનઉ તા.1પ: સાઉથ આફ્રિકા સામેના બાકીના બે ટી-20 મેચમાંથી ભારતીય ટીમનો સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ બહાર થઇ ગયો છે. તેને સ્વાસ્થ્યની સમસ્યા છે. જો કે હાલ તે લખનઉમાં ટીમ સાથે જ છે. અક્ષર પટેલના સ્થાને ભારતીય ટીમમાં બંગાળના ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ભારત તરફથી 3 વન ડે અને 2 ટી-20 મેચ રમી ચૂકયો છે. જેમાં અનુક્રમે 3 અને 2 વિકેટ છે. તે છેલ્લે ભારત તરફથી ઓકટોબર 2023માં રમ્યો હતો. જે અફઘાનિસ્તાન સામેનો એશિયન ગેમ્સનો મેચ હતો.

જસપ્રિત બુમરાહનું પણ બાકીના બે મેચમાં રમવું શંકાસ્પદ છે. કારણ કે તે અંગત કારણોસર પોતાના પરિવાર પાસે પરત ફર્યોં છે. ભારત અને આફ્રિકા વચ્ચેના પ મેચની શ્રેણીના બાકીના બે મેચ બુધવારે લખનઉમાં અને શુક્રવારે અમદાવાદમાં રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક