• મંગળવાર, 03 માર્ચ, 2026

ગ્રીન પર 25.20 કરોડની ધનવર્ષા: નવોદિત પ્રશાંત અને કાર્તિકને 14.20 કરોડના જેકપોટ

પથિરાના માટે કેકેઆરે 18 કરોડનો ખર્ચ કર્યોં :  લિવિંગસ્ટોનને 13 કરોડની લોટરી: મુસ્તાફિઝુરને 9.20, બિશ્નોઇને 7.20 અને વૈંકટેશને 7 કરોડ મળ્યા : પૃથ્વી શો અને સરફરાઝ ખાન બીજા રાઉન્ડમાં વેંચાયા

અબુધાબી તા.16: ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને આઇપીએલ ઓકશનમાં ઇતિહાસ રચ્યો છે. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. ગ્રીન પર કોલકતા નાઇટ રાઇડર્સે આજની હરાજીમાં સૌથી મોટી લગાવીને અધધ 2પ.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેમરૂન ગ્રીને હમવતન ખેલાડી મિચેલ સ્ટાર્ક (24.7પ કરોડ)ને પાછળ રાખીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓકશનમાં બે અનકેપ્ડ ખેલાડી 19 વર્ષીય વિકેટકીપર કાર્તિક શર્મા અને સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરને 30 લાખની બેઝ પ્રાઇસ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે 14.20-14.20 કરોડની એક સરખી કિંમતે ખરીદી સહુને ચોંકાવ્યા છે. જયારે જમ્મૂ-કાશ્મીરના ઓલરાઉન્ડર અકીબ નબી ડારને દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડમાં ખરીદ્યો છે. તો મંગેશ યાદવ માટે આરસીબીએ પ.20 કરોડ ચૂકવ્યા હતા. ઇંગ્લેન્ડનો ફટકાબાજ લિયામ લિવિંગસ્ટોન પહેલા રાઉન્ડમાં વેંચાયો ન હતો, પણ બીજા રાઉન્ડમાં તેને 13 કરોડની લોટરી લાગી હતી. સનરાઇઝ હૈદરાબાદે તેના પર 13 કરોડની બોલી લગાવી ખરીદ કર્યોં હતે.

બીજી તરફ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના કેટલાક સફળ ખેલાડીઓ જેવા કે પૃથ્વી શો અને આકાશ દીપ જેવાનો ભાવ પૂછાયો ન હતા અને કિવિઝ ખેલાડી રચિન રવીન્દ્ર બીજા રાઉન્ડમાં બે કરોડમાં વેંચાયો હતો. આકાશદીપ પણ બાદમાં 1 કરોડમાં સેલ થયો હતો.  સરફરાઝ ખાન બીજા રાઉન્ડમ 7પ લાખમાં સીએસકે ટીમમાં સામેલ થયો હતો.

શ્રીલંકાનો જૂનિયર મલિંગા ગણાતો મથિશ પથિરાના માલામાલ થયો છે. તે 18.00 કરોડમાં કેકેઆર ટીમનો હિસ્સો બન્યો છે. વૈંકટેશ અય્યરે આ વખતે ભારે નુકસાન સહન કર્યું હતું. તેને કેકેઆરે 23.7પ કરોડમાં રીટેન કર્યાં બાદ આ વખતે રીલિઝ કરી દીધો હતો. તે હવે હરાજીમાં 7 કરોડ સાથે આરસીબીમાં સામેલ થયો છે. એક સમયનો ટી-20 ઇન્ટરનેશનલનો નંબર વન સ્પિનર રવિ બિશ્નોઇ હવે 7.20 કરોડના કરાર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે.

પહેલા રાઉન્ડમાં પૃથ્વી શો અને સરફરાઝ ખાનનો ભાવ પૂછાયો ન હતો. પરંતુ બીજા રાઉન્ડમાં પૃથ્વી શો 7પ લાખમાં દિલ્હી કેપિટલ્સમાં અને સરફરાઝ ખાન ચેન્નાઇ સુપર કિંગ્સમાં સામેલ થયા હતા. બીજા રાઉન્ડમાં કાઇલ જેમિસન 2 કરોડમાં દિલ્હી ટીમમાં સામેલ થયો હતો. જયારે એડમ મિલ્ને માટે રાજસ્થાને 2.40 કરોડ ચૂકવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક