• મંગળવાર, 03 માર્ચ, 2026

અભિજ્ઞાન કુંડુની વિક્રમી બેવડી સદી: U-19 એશિયા કપમાં મલેશિયા સામે ભારતનો 315 રને મહાવિજય

125 દડામાં 17 ચોક્કા અને 9 છક્કાથી અણનમ 209 રન કરી વિક્રમોની હારમાળા રચી  : ભારતના 7 વિકેટે 408 રનના જવાબમાં મલેશિયા ટીમ 93 રનમાં ડૂલ

દુબઇ, તા.16: યુવા મીડલઓર્ડર બેટર અભિજ્ઞાન કુંડુની અણનમ વિક્રમી બેવડી સદી બાદ દીપેશ દેવેન્દ્રની પ વિકેટની મદદથી અન્ડર-19 એશિયા કપના મેલેશિયા સામેના મેચમાં ભારતનો 31પ રને મહાવિજય થયો હતો. ગ્રુપ સ્ટેજના તમામ ત્રણેય મેચ જીતીને ભારતીય યુવા ટીમે સેમિ ફાઇનલમાં પહોંચી છે. પ્લેયર ઓફ ધ મેચ અભિજ્ઞાન કુંડુએ ફક્ત 12પ દડામાં 17 ચોક્કા અને 9 છક્કાથી 209 રનની વિક્રમી ઇનિંગ રમી હતી. તે અન્ડર-19 વન ડેમાં ભારત તરફથી બેવડી સદી કરનારો પહેલો બેટર બન્યો છે. ભારતના પ0 ઓવરમાં 7 વિકેટે 408 રનના જવાબમાં બિન અનુભવી મલેશિયા ટીમ 32.1 ઓવરમાં 93 રને ઓલઆઉટ થઇ હતી.

અભિજ્ઞાન કુંડુ અન્ડર-19 એશિયા કપમાં ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ રમનારો બેટધર પણ બન્યો છે. તેણે વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડયો છે. સૂર્યવંશીએ યૂએઇ સામે 171 રનની ઈનિંગ રમી હતી. મલેશિયા ટીમ આઇસીસીની ફૂલ મેમ્બર ટીમ ન હોવાથી યૂથ વન ડેમાં અભિજ્ઞાનનો રેકોર્ડ અંકિત થશે નહીં.  ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ પ0 અને વેદાંત ત્રિવેદીએ 90 રનની ઈનિંગ રમી હતી. કપ્તાન આયુષ મ્હાત્રે 14 રન જ કરી શકયો હતો.

બાદમાં 409 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા મલેશિયાની ટીમ 93 રનમાં ઢેર થઇ હતી. જેમાં નવમા ક્રમના ખેલાડી હમઝાના 3પ રન સર્વાધિક હતા. ભારત તરફથી દીપેન દેવેન્દ્રે 22 રનમાં પ વિકેટ લીધી હતી. ઉદ્ધવ મોહનને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક