ચાર
સિંહના અચાનક મોતથી સિંહપ્રેમીઓમાં ચિંતા
સીડીવી કે બેબેસિયા? કે પછી કુદરતી મોત
!
સિંહ
સંવર્ધનના સરકારના સઘન પ્રયાસ છતાં બીમારીની દહેશત
રાજકોટ,
અમરેલી તા. 27: (ફૂલછાબ ન્યૂઝ)
ગિરના
જંગલમાં સિંહ ઉપર ફરી વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહ
વાયરસનો શિકાર બની રહ્યા હોવાના સમાચારે સિંહપ્રેમીઓને ચિંતામાં મૂકી દીધા છે. બેબેસિયા
કે પછી સીડીવી- કેનેન ડિસ્ટેમ્પર વાયરસને લીધે સિંહ બીમાર પડયા હોવાની શક્યતા દેખાઈ
રહી છે. ચાર સિંહના અચાનક મૃત્યુનું કારણ હજી બહાર નથી આવ્યું. વનવિભાગે જો કે કાર્યવાહી
તો શરૂ કરી છે. બરાબર એ જ અરસામાં વેટરનરી ડોક્ટર્સે રાજીનામા આપી દીધા હોવાના સમાચારે
સ્થિતિને વધારે ગંભીર બનાવી છે. 15 જૂનથી સિંહદર્શન બંધ થશે, વનમાં વેકેશન શરૂ થશે
તે પૂર્વે આ પરિસ્થિતિ આવી છે.
ગિર-બૃહદ
ગિરમાં વાયરસની ફક્ત વાયકા પણ હોય તો તેનો ડર એટલા માટે લાગતો હોય છે કે ભૂતકાળમાં
પણ સિંહના આકસ્મિક મૃત્યુ મોટી સંખ્યામાં થયાં હોવાની ઘટના બની હતી. 2018માં દલખાણિયા
રેન્જમાં આવેલી સરસિયા વીડી નામના વિસ્તારમાં બીજી ઓક્ટોબર સુધીમાં 19 દિવસમાં 21 સિંહના
મોત થયાં અને પછીના બે દિવસમાં એ ક્રમ ચાલુ રહ્યો. 12 થી 19મી સપ્ટેમ્બર સુધીમાં એક
સાથે 11 સિંહ મર્યા. 7ના મૃતદેહ જંગલમાંથી મળ્યા, 4ના મોત સારવાર દરમિયાન થયા. સરસિયા
વીડીમાં 22 સિંહનું જૂથ રહેતું હતું એમાંથી 21 આવી રીતે મૃત્યુ પામ્યા. શરૂઆતમાં તો
વનવિભાગે કહ્યું કે આ તો ઇનફાઇટ- સિંહ વચ્ચે થતી આંતરિક લડાઇને લીધે બન્યું. સિંહણના
કે 12 માસથી મોટાં બચ્ચાંના મોત ઇનફાઇટમાં થતાં નથી.
1 જાન્યુઆરી
2020 થી 31 મે સુધીમાં ગીરમાં 85 સિંહના મોત થયાં હતા. 2018માં એક સાથે 27 સિંહના મૃત્યુ
થયાં હતા. તે આખા વર્ષમાં કુલ 112 સિંહ, 2019માં કુલ 134 સિંહના મોત થયાં હતા.
2015માં 523 સિંહ હતા, 2020 સુધીમાં આમ જોઇએ તો કુલ 500ની આસપાસ સિંહના મોત થયાં છે.
હા, એમાં કુદરતી રીતે સિંહ મરે તેનો પણ સમાવેશ છે. જન્મ પછી ત્રણ વર્ષની તેની વય થાય
ત્યાં સુધીમાં તેના મોતની શક્યતા 70-80 ટકા હોય છે. છેલ્લી વસતી ગણતરી અનુસાર ગિરમાં
891 સાવજ છે. સિંહ સંવર્ધન ક્ષેત્રે સારૂં કામ થયું છે તે નિશ્ચિત છે. બીમારી અલબત્ત
કુદરતી છે પરંતુ તેને નિવારવા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે.
સિંહ
સુરક્ષિત વનવિભાગ સતર્ક : વનમંત્રી
વન
વિભાગ દ્વારા સિંહોના આરોગ્ય અંગે સતત અને સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઉનાળાની
ઋતુમાં તાપમાનમાં વધારો, સુકા વાતાવરણ અને શારીરિક તાણને કારણે વન્યપ્રાણીઓમાં ઈતરડીનો
પ્રકોપ જોવા મળવાની સંભાવના રહે છે. ઈતરડી દ્વારા બબેસીયા જેવા હિમોપ્રોટોઝુવા રોગો
ફેલાવાની શક્યતા રહેતી હોવાથી વન વિભાગ દ્વારા આ બાબતે વિશેષ સતર્કતા રાખવામાં આવી
રહી છે. ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર્સ, રેસ્ક્યુ ટીમો અને વેટરનરી અધિકારીઓ દ્વારા સિંહોના હલનચલન, ખોરાક લેવાની સ્થિતિ,
નબળાઈ, તાવ, નાકમાંથી પ્રવાહ, ખાંસી, ઈતરડીનો પ્રકોપ, અસામાન્ય વર્તન તથા પ્રાઈડથી
અલગ પડવાની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય
તો તાત્કાલિક વેટરનરી ટીમને જાણ કરી જરૂરી તપાસ અને સારવાર હાથ ધરવામાં આવે છે.
સિંહોનું
જલદી નિદાન કરો : પરિમલ નથવાણી
ગિર
તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (ઈઉટ) અને બેબેસીયાના કારણે આઠ કે
તેથી વધુ સિંહોનાં મૃત્યુ અંગે રાજ્યસભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ
અફેર્સના ડાયરેક્ટર અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ સિંહોનાં મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત
સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક
અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રીય પર્યાવરણ,
વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન, પર્યાવરણ અને જળવાયુ
પરિવર્તન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને વિનંતી કરી છે.
નથવાણીએ
પત્રમાં જણાવ્યું હતું કે ઈઉટ તથા બેબેસિયા જેવા રોગો સિંહોની વસતિ માટે ગંભીર પડકારરૂપ
બની શકે છે. આવા રોગોના વહેલા નિદાન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ
સ્તરે સુવ્યવસ્થિત અવલોકન અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવવી અત્યંત
આવશ્યક છે.આ ઉપરાંત, નથવાણીએ વિનંતી કરી છે કે એક જ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન
લક્ષણો જણાય તો તેને ’’ઇંશલવ અહયાિંિં’’ તરીકે ગણવામાં આવે અને તરત જ ઉચ્ચ અધિકારીઓ
તથા વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવે. ગીર અને આસપાસની વિવિધ વન વિભાગોની હોસ્પિટલ તથા
રેસ્ક્યૂ સેન્ટરોમાં ફરજ બજાવતા કરાર આધારિત 12 વેટરનરી ડોક્ટરોએ પોતાના પદ પરથી રાજીનામા
આપી દીધા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ, ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, સક્કરબાગ અને શેત્રુંજી
ડિવિઝનમાં ફરજ બજાવતા આ પશુ ચિકિત્સકે તા. 15 મેના રોજ સત્તાવાર રીતે રાજીનામાં રજૂ
કર્યાં હતાં. કરારની શરતો મુજબ તેઓ એક મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા બાદ તા.
15 જૂનથી વિધિવત્ રીતે ફરજમુક્ત થશે.
તાજેતરમાં
જાહેર કરાયેલી કાયમી વેટરનરી ભરતીમાં વર્ષોથી કરાર આધારિત સેવા આપતા ડોક્ટરોના અનુભવને
યોગ્ય પ્રાધાન્ય ન મળતા ડોક્ટરોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. લાંબા સમયથી ગીર વિસ્તારમાં
જોખમી પરિસ્થિતિમાં સેવા આપતા ડોક્ટરોને ભરતી પ્રક્રિયામાં કોઈ વિશેષ લાભ ન મળતા અંતે
તેમણે સામૂહિક રીતે રાજીનામાનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.ઈઉટ અને બેબેસિયા
જેવા ચેપજન્ય રોગોના ખતરા વચ્ચે અનુભવી વેટરનરી સ્ટાફની અછત સર્જાશે તો વન વિભાગ માટે
મુશ્કેલીઓ વધી શકે છે તેવી ચર્ચા ઉઠી છે.એકસાથે 12 ડોક્ટરોની વિદાયથી સારવાર કામગીરી,
સેમ્પાલિંગ, રોગ નિદાન અને ઇમરજન્સી રિસ્પોન્સ પર સીધી અસર પડી શકે છે.