• ગુરુવાર, 28 મે, 2026

‘સર’ ગેરકાનૂની નથી, બંધારણીય છે : સુપ્રીમ

 ચૂંટણીપંચ મતદારયાદી માટે નાગરિકતા તપાસી શકે : પંચને કપાયેલાં નામો સરકારને સોંપવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 27 : બિહારથી બંગાળ સુધી ભ્રમ ભાંગી નાખતા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મતદારયાદી સુધારણા (સર)ને કાયદેસર તેમજ બંધારણીય પ્રક્રિયા લેખાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે આજે જણાવ્યું હતું કે, દેશનું ચૂંટણીપંચ મતદારયાદીમાં નામ જોડવા કે હટાવવા માટે નાગરિકતાની તપાસ કરી શકે છે.

સર્વેચ્ચ અદાલતે સાથોસાથ ચૂંટણીપંચો એવો નિર્દેશ પણ મળ્યો હતો કે, સંદિગ્ધ નાગરિકતાના આધાર પર જેમના નામ મતદારયાદીમાંથી હટાવાયાં છે તે તમામની યાદી ચાર સપ્તાહમાં કેન્દ્ર સરકારને સોંપવાની રહેશે. ‘સર’નો હેતુ ચૂંટણી પ્રક્રિયાને કમજોર કરવાનો નથી, પરંતુ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવાનો છે.

આ પ્રક્રિયા કાનૂની રૂપે માન્ય અને ઉચિત છે. એ જોતાં તે જનપ્રતિનિધિત્વના કાયદાનો ભંગ કરતી નથી.

આ કાયદો નક્કી કરે છે કે, ચૂંટણી કેમ થશે, કોણ મત આપી શકે છે, કોણ ચૂંટણી લડી શકે છે અને મતદારયાદી કેવી રીતે બનશે.

ચૂંટણીપંચે જે દસ્તાવેજોની માંગ કરી છે તે ખોટા લેખી ન શકાય. આધારકાર્ડ સહિત 12 પ્રકારના દસ્તાવેજો માન્ય ગણાવ્યા છે.

‘સર’ની કવાયત હેઠળ જેમના નામ મતદારયાદીમાંથી હટાવાયાં છે, તેમની વિગત ચાર સપ્તાહમાં એજન્સીને આપી દેવાની રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એજન્સી સંબંધિત લોકોને નોટીસ આપશે. એ લોકોને પોતાની વાત કહેવાનો મોકો આપી ચૂંટણી પહેલાં ફેંસલો લેવો પડશે.

અલબત્ત, આ ફેંસલો માત્ર ચૂંટણીના હેતુઓ પૂરતો સીમિત રહેશે. કોઈ પણ વ્યક્તિને અંતિમ રૂપે બિનનાગરિક ઘોષિત કરવાનો અધિકાર ચૂંટણીપંચને નથી તેવું પણ સુપ્રીમે સ્પષ્ટ કર્યું હતું.

દેશના 10 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં સરની પ્રક્રિયા થઈ ચૂકી છે. સરની કવાયતના ત્રીજા ચરણમાં 16 રાજ્ય અને ત્રણ કેન્દ્ર સાશિત પ્રદેશ આવરી લેવાશે.

વિપક્ષનો આરોપ છે કે સર પ્રક્રિયા દ્વારા લોકોને મતદાનના અધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર રચાયું છે.

 ‘સર’ પર મચ્યું રાજકીય ઘમસાણ

સુપ્રીમના ચુકાદાથી રાહુલ, કોંગ્રેસની પોલ ખૂલી : ભાજપ ; ચૂંટણીપંચે ગરબડો કરી : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 27 : મતદારયાદી સુધારણા (સર)ના પક્ષમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ સાથે રાજકીય ઘમસાણ સજાર્યું હતું. ભાજપે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ફેંસલાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના આરોપોની પોલ ખોલી નાખી છે.  બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આચરાયેલી ગરબડોના મુદ્દે જનતા વચ્ચે જઈ રહ્યા છીએ અને આંદોલન જારી રહેશે.    કેસરિયા પક્ષના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યંy હતું કે, ખાસ કરીને કોંગ્રેસ સહિત વિપક્ષ નૈતિક અને બંધારણીય બન્ને મોરચા પર પૂરી રીતે પરાજિત થઈ ચૂક્યો છે.

લોકતંતત્રની તમામ સંસ્થાઓ પર આરોપ, અપમાન, લાંછનની જે રાજરમત રમાઈ રહી હતી તે આજે સર્વેચ્ચ અદાલતના ફેંસલાથી પૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ ગઈ છે તેવું ત્રિવેદી બોલ્યા હતા.

અન્ય ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોર્ટના ચુકાદાથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ બેનકાબ થઈ ગયા છે.

કોંગ્રેસ નેતા કન્હૈયાકુમારે આરોપ મૂકયો હતો કે, બિહાર અને પશ્ચિમ બંગાળમાં મતચોરી થઈ છે. રાહુલ ગાંધીએ પુરાવા સાથે ચૂંટણી પંચની અનિયમિતતાઓ બતાવી દીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક