• ગુરુવાર, 28 મે, 2026

વિજયન સમર્થકોનો ED પર હુમલો

કેરળના પૂર્વ મુખ્યમંત્રીનાં ઘરે દરોડા પાડનાર ટીમની કારોના કાચ તોડી, પથ્થર માર્યા, લાકડીઓ મારી

તિરુવનંતપુરમ્, તા. 27 : કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરઈ વિજયનના સમર્થકોએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલો કર્યો હતો. ઈડીના 12 સભ્યોની ટીમ બુધવારે સવારે સાત વાગ્યે તિરૂવનંતપુરમ્ના બેકરી જંક્શન સ્થિત વિજયનનાં ઘર સહિત 10 સ્થળો પર દરોડા પાડવા પહોંચી હતી.

દરોડા દરમ્યાન વિજયન પરિવાર સાથે ઘરમાં જ હતા. બપોરે બે વાગ્યે ઈડીની ટીમ બહાર નીકળી તો સીપીઆઈ કાર્યકરોએ ઘેરી લીધી હતી.

ભીડે અધિકારીઓની કારો પર પથ્થર અને બોટલો ફેંક્યા હતા. કારોના કાચ તોડી નાખ્યા હતા અને લાકડીથી હુમલો કર્યો હતો.  તિરૂવનંતપુરમ્માં વિજયનનાં ભાડાંનાં ઘર ઉપરાંત, કન્નૂરમાં વડીલોનાં ઘર પર, કોઝિકોડમાં વિજયનના જમાઈ મોહમ્મદ રિયાઝનાં (જુઓ પાનું 10)

ઘર પર, અલુવામાં સીએલઆરએલ કંપનીના એમડી શશીધરન કાર્યાના ઘર પર ઈડી ત્રાટકી હતી.

આ કાર્યવાહી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઈડીની તલાશીથી ખાસ કરીને રાહુલ ગાંધી સહિત કેટલાક લોકોને સંતોષ થતો હશે. ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ પર હંમેશાં ઈરાદાપૂર્વક હુમલા કરતી રહે છે, તેવો આરોપ તેમણે મૂક્યો હતો.

વિજયનની પુત્રી વીણાની કંપનીના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ આ કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક