• ગુરુવાર, 28 મે, 2026

નૌકાદળે ટાળી સમુદ્રી ડકૈતીની સાજિશ

સમુદ્રી ચાંચિયા વેપારી જહાજ એમવી મશાલ્લાહને ઘેરે તે પહેલાં જ ઈંગજ કોલકાતાએ બતાવ્યો દમ

નવી દિલ્હી, તા. 27 : પશ્ચિમ હિંદ મહાસાગરમાં તૈનાત ભારતીય નૌકાદળનાં યુદ્ધ જહાજ આઇએનએસ કોલકાતાએ સંદિગ્ધ સમુદ્રી ડકૈતીની સૂચના મળતાં જ ઝડપથી કાર્યવાહી કરીને વ્યાપારી જહાજ એમવી મશાલ્લાહ-1 ઉપર થનારો હુમલો ટાળ્યો હતો. નૌકાદળે કહ્યું હતું કે, અદનની ખાડી પાસે એમવી મશાલ્લાહ-1ની આસપાસ સમુદ્રી ચાંચિયાની ગતિવિધિની જાણકારી મળી હતી. આ સૂચના મળતા જ મિશન ઉપર તૈનાત આઇએનએસ કોલકાતા હરકતમાં આવ્યું હતું.

આઇએનએસ કોલકાતા ઉપર તૈનાત હેલિકોપ્ટરને મોકલીને વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી હતી. જહાજના કમાન્ડોએ એમવી મશાલ્લાહ-1 ઉપર બોર્ડિંગ ઓપરેશન ચલાવીને તપાસ કરી હતી તેમજ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે એમવી મશાલ્લાહ ઉપર કોઈ જોખમ નથી. એમવી મશાલ્લાહ આસપાસ સમુદ્રી ચાંચિયા ઘેરાબંધી કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આઇએનએસ કોલકાતાએ ત્વરીત કાર્યવાહી કરીને હુમલો ટાળી દીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક