આશરે
રૂપિયા 1150 કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો કોકેઈનનો જથ્થો ઝડપાયો : પાંચ થેલામાં
115 પેકેટ મળી આવ્યા
ગુજરાત
એટીએસ, ભારતીય કોસ્ટ કાર્ડ અને સ્થાનિક એસઓજીની સંયુક્ત કાર્યવાહી
દિવ્યેશ
વૈદ્ય
અમદાવાદ,
તા.27 : સમુદ્ર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો આજે પર્દાફાશ કરવામાં આવ્યો
હતો. ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા
સ્થાનિક એસઓજીને સાથે લઈને મંગળવારે મુન્દ્રા કાંઠાની સામે દરિયાનાં આઉટર એન્કરેજ વિસ્તારમાં
કરાયેલી સર્ચ કાર્યવાહીમાં પાંચ થેલામાં કોકેઈન ડ્રગ્સના કુલ 115 કિલો પેકેટ મળી આવ્યા
હતા. જેનું કુલ વજન 118.977 સલ હતું. ઓપન સોર્સ મૂલ્યાંકન મુજબ જપ્ત કરેલા માદક દ્રવ્યોની અંદાજિત આંતરરાષ્ટ્રીય
બજાર કિંમત આશરે રૂપિયા 1150 કરોડ છે. શોધ
કાર્યવાહી બાદ જહાજને વધુ તપાસ માટે બંદર પર લાવવામાં આવ્યું હતું.
કચ્છના
કાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાની દેશદ્રોહી પ્રવૃત્તિઓની અનેક ઘટના બહાર આવી ચૂકી
છે, ત્યારે વધુ એક વાર આવી ઘટના બની હોવાનો ગઈકાલે ‘કચ્છમિત્ર’એ આગોતરો જ પર્દાફાશ
કરતો ‘એક્સક્લુઝિવ’ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં કાંઠા નજીક સમુદ્રમાં એટીએસની કાર્યવાહી
જારી હોવાની વિગત પ્રગટ કરવામાં આવી હતી. જેને સમર્થન આપતાં આજે એટીએસએ સત્તાવાર પત્રકાર
પરિષદ યોજીને વિગતો જાહેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, બ્રાઝીલથી કોકેઇનનો જથ્થો
ગુજરાતના દરિયા ખાતેથી દિલ્હીમાં ડીલીવરી કરવાના ગુનાહિત કાવતરું હતું.
ગુજરાત
એ. ટી. એસ. ના પો. ઇન્સ. જે. એમ. પટેલને બાતમી મળી કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં
તેના ક્રૂ મેમ્બર ગલશક્ષલશાયિં ગફતતજ્ઞજ્ઞિ ઉંાuળફક્ષક્ષય, ઉંાuળફ ગફતશિ ઘળફિ તથા તેમના મળતીયાઓ બ્રાઝીલથી
આશરે 6 થેલાઓમાં 150 કીલો જેટલો માદક પદાર્થ કોકેઇનનો જથ્થો સંતાડીને તા.26/05/2026
ના સવારે મુન્દ્રા સામે દરિયામાં આઉટર એન્કરેજ
વિસ્તારમાં કોઇ ફીશીંગ બોટમાં ડિલિવરી કરવાના છે અને આ કોકેઇનનો જથ્થો દીલ્હી ખાતે
રહેતા ઊંયહદશક્ષ ઈવીસીળફ તથા ઇyફાિuવફક્ષલફ
ઉંફળયતને ડિલિવરી કરવાના છે.
આ બાતમીની
જાણ ગુજરાત એ. ટી. એસ. ના વરિષ્ઠ અધિકારીઓને કરતાં તેઓના હુકમ આધારે ગુજરાત એ.ટી.એસ.ના
પોલીસ અધિક્ષક કે. સિધ્ધાર્થના નેતૃત્વ હેઠળ પો. ઇન્સ. વી. આર. જાડેજા, પો. ઇન્સ. બી. એમ. પટેલ તથા પો. વા. સ. ઇ. જે.પી. વરમોરાની ટીમ મુંદ્રા ખાતે રવાના કરાઈ હતી
તથા પો. કો. હરજીતાસિંઘ રાજ, પો. કો. અહેમદ મકવાણા તથા પો. કો. દિવ્યરાજાસિંહ ચૌહાણની
ટીમ એ. ટી. એસ. ખાતે ટેકનિકલ કામગીરીમાં રોકાઈ હતી. આ કામગીરી દરમ્યાન એસ. ઓ. જી કચ્છ-ભુજ પો.ઇન્સ. એ. ડી. પરમાર, કોસ્ટલ તથા મરીન પોલીસ તથા તેઓની
ટીમ સાથે રહી હતી.
દ્વારકા,
દિલ્હીથી રાઉન્ડ અપ : ગુજરાત લાવવા તજવીજ
આ માલની
ડિલિવરી લેનાર ઇસમો ઊંયહદશક્ષ ઈવીસીળફ તથા
ઇyફાિuવફક્ષલફ ઉંફળયતને પણ દ્વારકા, દિલ્હી ખાતેથી દિલ્હી પોલીસની મદદથી ગુજરાત એ.
ટી. એસ.ની ટીમ દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરાઈ છે. વહાણ ઉપર રહેલ
બન્ને આરોપીઓ તાન્ઝાનિયાના છે અને દિલ્હીથી પકડવામાં આવેલ આરોપીઓ પૈકી એક નાઇજીરીયા
તથા એક યુગાન્ડાનો વતની છે.
મુંદ્રા
પોર્ટ ઓથોરીટી દ્વારા મદદ
આ તમામ કામગીરી દરમિયાન તથા શિપ બોર્ડિંગ તેમજ નાસી
ગયેલા આરોપીની શોધખોળમાં મુંદ્રા પોર્ટ ઓથોરીટી દ્વારા મદદ કરવામાં આવી છે. જેને ઓપરેશન
ઇન્ટર-એજન્સી સમન્વયનો ઉત્તમ દાખલો ગણાવાયો હતો . આ ઇન્ટર-એજન્સી કોર્ડીનેશન થકી ગુજરાત
એ.ટી.એસ. દ્વારા એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલ વિરુદ્ધ સફળ કાર્યવાહી કરવામાં આવી છે.
કોસ્ટગાર્ડે પાણીમાં ફેંકાયેલા પાંચ થેલા મેળવ્યા
ગુજરાત
એ. ટી. એસ.ની ટીમે મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી
કોસ્ટગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહ્યા હતા. જે દરમ્યાન
ત્યાં આજુબાજુમાં ઉભેલા મોટા કાર્ગો વહાણ
નજીક જઇ ખાતરી કરતાં યુરોપ નામનુ કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરિયામાં હાજર મળી આવ્યું.
જેમાં ડેક એરીયામાં બે ઇસમોની મુવમેન્ટ જોવા મળી હતી. જેઓએ કોસ્ટગાર્ડની બોટ જોતાં
કેટલાક વજનદાર થેલાઓ પાણીમાં ફેંકી દિધા હતા. જે કોસ્ટગાર્ડની મદદથી પાણીમાં તરતા પાંચ
થેલા રીકવર કરવામાં આવ્યા હતા. આ થેલાઓ પૈકી બે થેલામાંથી એક એક પાર્સલ તોડી તેમાંના
પદાર્થ લઇ ડ્રગ્સ ડીટેક્શન કિટ વડે પરીક્ષણ કરતાં તેમાં કોકેઇનની હાજરી હોવાનુ જણાઇ
હતી. આ પાંચેય થેલાઓમાંથી કુલ 115 પેકેટ મળી આવ્યા. જેનું કુલ વજન 118.977 કિલો છે.
આ થેલાઓમાંથી 4 એપલ એર ટેગ્સ પણ મળી આવ્યા હતા.
એક
આરોપી દરિયામાં કૂદી ગયો
પાર્સલમાં
કોકેઇનની હાજરી મળી આવતા યુરોપ કોર્ગો વહાણને રેડીયો મેસેજથી સૂચના કરી વધુ તપાસ કરવા
તથા વહાણના ક્રૂ મેમ્બરોની પૂછપરછ તથા ઝડતી કરવા માટે તે વહાણમાં એ. ટી. એસ. અને કોસ્ટગાર્ડની
ટીમ દ્વારા બોર્ડ કરવામાં આવ્યા અને બાદમાં વહાણના કેપ્ટનની હાજરીમાં તમામ ક્રૂ મેમ્બર્સની ઝડતી અને પૂછપરછ કરવામાં આવી.
જે દરમિયાન બાતમીવાળો ઇસમ નામે જુમા નાસીર ઓમર મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતાં તેમણે
જણાવ્યું કે, આ મુદ્દામાલ તે બ્રાઝીલથી લાવ્યો અને બીજા ક્રૂ મેમ્બર્સની જાણ બહાર પોતે
મોટર રૂમમાં કામ કરતો હોઇ તેમાં નવેમ્બર 2025માં સંતાડયો હતો અને તેના હેન્ડલરના કહેવા
મુજબ, આ માલની ડિલિવરી કરનાર હતો. કાર્ગો વહાણના સીંગ દરમિયાન અન્ય આરોપી ગલશક્ષલશાયિં
ગફતતજ્ઞજ્ઞિ ઉંાuળફક્ષક્ષય એ નાસી છુટવા માટે પાણીમાં ઝંપલાવી દીધું હતું. વધુ તપાસ
કરતાં વહાણના સ્ટીયારિંગ ગીયર રૂમમાંથી તેમા
સંતાડવામાં આવેલા ગાર્મિન કંપનીના બે ઋઙજખઅઙ 671 જીપીએસ અને સેટેલાઈટ કોમ્યુનિકેટર
પણ મળી આવ્યા છે. જે અન્વયે ઉપરોક્ત મળી આવેલા તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી જુમા
નાસીર ઓમર ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.