ટાઈગર શ્રોફ કેસનાં આરોપીઓને પાછા લઈ જવાયા કોટા ઃ પીછો કરાયાની શંકા
નવી દિલ્હી, તા.20ઃ ટાઇગર શ્રોફ પર ફાયારિંગના કેસમાં આરોપી રેહાન, ઋતિક ઉર્ફે રોશન અને એક સગીર આરોપીને જજના નિવાસસ્થાનેથી લઈ જવામાં આવ્યા હતા. તેમને મુંબઈ પોલીસ સાથે 48 કલાકના
ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ટાઇગર શ્રોફ પર ફાયારિંગના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને મુંબઈ લઈ જઈ રહેલી પોલીસ ટીમને સુરક્ષાની ચિંતાને કારણે પાછા રાજસ્થાનના કોટા પરત ફરવું પડÎું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમને શંકા ગઈ હતી કે કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે. આ પછી પોલીસકર્મીઓ પહેલાં એક પોલીસ સ્ટેશનમાં રોકાયા અને ત્યારબાદ રાત વિતાવવા માટે કોટા પાછા ફરવાનો નિર્ણય લીધો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષાની વ્યવસ્થાથી સંતોષ થયા બાદ ટીમ ફરીથી મુંબઈ જવા રવાના થશે. આ માટે રાજસ્થાન પોલીસની એસ્કોર્ટ ટીમની મદદ પણ લેવામાં આવી શકે છે. આ આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા હોવાની શંકા છે.