આયોજકો દ્વારા સિંગર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ
જૂનાગઢ, તા.20 : જૂનાગઢના ઝાંઝરડા
ચોકડી વિસ્તારમાં આવેલા સત્યમ પાર્ટી પ્લોટમાં શક્તિનાદ રાસોત્સવનું આયોજન કરાયું હતું.
તેમાં એગ્રીમેન્ટ મુજબ આયોજક દ્વારા સિંગરને પેમેન્ટ નહીં ચૂકવતા નવમા નોરતે સિંગરે
સ્ટેજ ઉપર નહીં ચડવાનો નિર્ણય કરતા ખેલૈયાઓ રોષ ભરાયા હતા અને તોડફોડ કરી હતી. આ અંગે
આયોજકો દ્વારા સિંગર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
અહીંના સત્યમ પાર્ટી પ્લોટમાં
હરિયાણી સહિતના મિત્રો દ્વારા શક્તિનાદ રાસોતસવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરતના
સિંગર ક્રિષ્નાબેન કળથીયા અને હાર્દિકભાઈને 14 લાખમાં નવરાત્રીમાં ગરબા રમાડવા માટે
એગ્રીમેન્ટ કરાયું હતું. તેમાં તા.15 સુધીમાં નક્કી થયેલું પુરુ પેમેન્ટ કરવાની શરત
રાખવામાં આવી હતી. પરંતુ આયોજક દ્વારા અત્યાર સુધીમાં માત્ર 40% પેમેન્ટ ચૂકવેલું આ
અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં વાયદાઓ અપાતા હતા. નવરાત્રીના અંતિમ દિવસ સુધી પેમેન્ટ
નહીં કરાતા રાત્રે સિંગર ક્રિષ્નાબેન અને હાર્દિકભાઈએ સ્ટેજ ઉપર નહીં ચડવાનો નિર્ણય
કરતા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. નવરાત્રીના અંતિમ દિવસે ગરબાઓ બંધ રહેતા મોંઘાદાટ
પાસ ખરીદનારા ખેલૈયાઓ રોષે ભરાયા હતા અને રસોત્સવમાં એન્ટ્રી ગેટથી માંડી જે સુશોભન
કરાયું હતું. તેમાં તોડફોડ કરી અંદાજે રૂપિયા
7 લાખનું નુકસાન કર્યાનું બહાર આવ્યું છે. આ અંગે આયોજક દ્વારા સિંગર સામે પોલીસમાં
ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ
ધરી છે.