• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ટ્રેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી

લંડન, તા.7: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાને પડી હતી. ઓરિસ્સા ખાતે તાજેતરમાં થયેલ ભયાવહ ટ્રેન દુર્ઘટનામાં માર્યાં ગયેલા 27પ લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે બન્ને ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના પ્રારંભ પહેલા ખેલાડીઓ મેદાન પર બે મિનિટ મૌન ધારણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેની તસવીર બીસીસીઆઇ ટ્વિટ કરીને લખ્યું છે કે ટીમ ઇન્ડિયા મૃતકો પર શોક વ્યક્ત કરે છે. અમે બધા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. જેમને જીવ ગુમાવ્યા છે તેમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ.