• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાત ટાઇટન્સનો નવો કપ્તાન શુભમન ગિલ રાશિદ, શમી અને મિલરનાં નામ પર પણ વિચારણા થઈ હતી

નવી દિલ્હી, તા.27: હાર્દિક પંડયાના મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં પરત ફરવાના નિર્ણય બાદ ગુજરાત ટાઇટન્સે તેના નવા કેપ્ટન તરીકે ટીમ ઇન્ડિયાના યુવા રનમશીન શુભમન ગિલની નિયુક્તિ કરી છે. હાર્દિક પંડયાએ ગુજરાત ટાઇટન્સ ફ્રેંચાઇઝી છોડયાની સ્પષ્ટ રૂપે પુષ્ટિ થયા બાદ આ ટીમના નવા કેપ્ટનની રેસમાં શુભમન ગિલ સૌથી આગળ હતો. અફઘાનિસ્તાનના ચમત્કારિક સ્પિનર રાશિદ ખાન, ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અને દ. આફ્રિકાના અનુભવી મીડલ ઓર્ડર બેટર ડેવિડ મિલરનાં નામ પર પણ વિચારણા થઈ હતી. આખરી હેડ કોચ આશિષ નેહરા અને અન્ય પદાધિકારીઓએ ગુજરાત ટાઇટન્સના નવા કપ્તાન તરીકે શુભમન ગિલનાં નામ પર મહોર મારી છે.

શુભમન ગિલે આઇપીએલની પાછલી સિઝનમાં ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. તેણે કુલ 890 રન બનાવ્યા હતા. ગિલનું આ પ્રદર્શન વિરાટ કોહલીના એક સિઝનમાં 973 રન પછી બીજાં સ્થાને છે.

શુભમન ગિલે જણાવ્યું છે કે, મને ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળવા માટે ખુશી અને ગર્વ છે. આટલી સારી ટીમને નેતૃત્વ પૂરું પાડવા માટે મારા પર ભરોસો મૂકનાર ફ્રેંચાઇઝીનો હું અભારી છું. અમારાં માટે બે સત્ર અસાધારણ રહ્યા છે. રોમાંચક બ્રાંડ સાથે નેતૃત્વ કરવા ઉત્સુક છું. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડયાનો અભાર માનીને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024