• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ક્રિકેટ ફીવર: ભારતીય ખેલાડીઓનું આજે રાજકોટમાં આગમન: ઇંગ્લેન્ડ ટીમ કાલે આવશે

બન્ને ટીમનું કાઠિયાવાડી પરંપરા અનુસાર સ્વાગત થશે: હોટેલમાં વિશેષ સજાવટ

રાજકોટ, તા.10: રમતપ્રેમી રાજકોટના આંગણે આવતીકાલ રવિવારથી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ એક સપ્તાહ સુધી મહેમાનગતિ માણશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના જામનગર રોડ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે તા. 1પમીથી ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થવાનો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધના બાકીના ત્રણ ટેસ્ટ મેચની ભારતીય ટીમ જાહેર થઇ ચૂકી છે અને બીસીસીઆઇએ સોમવાર સુધીમાં તમા ખેલાડીઓને રાજકોટમાં એકત્રિત થવાની સૂચના આપી છે.

વિશાખાપટ્ટમન ટેસ્ટની જીત બાદથી ભારતીય ખેલાડીઓ બ્રેક પર છે. મોટાભાગના ખેલાડીઓએ હોમ ટાઉનમાં છે. તો કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા બેંગ્લોર સ્થિત એનસીએમાં છે. આથી ભારતીય ખેલાડીઓ રવિવારે અલગ અલગ જૂથમાં રાજકોટ પહોંચશે. હજુ સુધી ખેલાડીઓના રાજકોટ આગમનનું શેડયૂલ જાહેર થયું નથી, પણ એવું જાણવા મળે છે કે શુભમન ગિલ અને કુલદીપ યાદવ, મુકેશ કુમાર, આકાશ દીપ સહિતના કેટલાક ખેલાડીઓ સાંજે રાજકોટ આવી પહોંચશે જ્યારે લોકલ હીરો રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સહિતના કેટલાક ખેલાડીઓ બેંગ્લોરથી આવશે. તેમની સાથે કોચ રાહુલ દ્રવિડ પણ હશે. કપ્તાન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ મુંબઈથી રાજકોટ સાંજ સુધીમાં પહોંચશે.

ભારતીય ખેલાડીઓ એક સપ્તાહ સુધી સયાજી હોટેલમાં રોકાણ કરશે. જે માટે આખી હોટેલ બૂક કરાઈ છે. ખેલાડીઓની આગતા-સ્વાગતા માટે હોટેલ ખાતે ખાસ તૈયારી કરાઈ છે. ખેલાડીઓનું કાઠિયાવાડી પરંપરા અનુસાર સ્વાગત થશે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ અબુધાબીથી ખાસ વિમાનમાં સોમવારે રાજકોટ આવી પહોંચશે. પ્રવાસી ટીમ હોટેલ ફોર્ચ્યૂનમાં રોકાણ કરશે. સોમવારે ટીમ ઇન્ડિયાનું મરજિયાત નેટ પ્રેક્ટિસ સેશન હશે. મંગળવારનાં અભ્યાસ સત્રમાં તમામ ખેલાડી હાજર રહેશે. ઇંગ્લેન્ડની ટીમ પણ મંગળવારથી નેટ પ્રેક્ટિસ શરૂ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024