• શનિવાર, 27 જુલાઈ, 2024

આજે કોલકતા સામે દિલ્હીની કપરી કસોટી KKRની નજર જીતની હેટ્રિક પર

વિશાખાપટનમ, તા.2: દિલ્હી કેપિટલ્સની બુધવારે રમાનાર મેચમાં એ સાબિત કરવા માગશે કે ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મળેલી જીત કોઈ તુક્કો ન હતો. બીજી તરફ કોલકતા નાઇટ રાઇડર્સની નજર જીતની હેટ્રિક પર હશે. આઇપીએલના મેચમાં આ બન્ને ટીમ બુધવારે આમને-સામને હશે ત્યારે કાંટે કી ટક્કર થશે. દિલ્હી ટીમે રવિવારે ચેન્નાઇને 20 રને આંચકારૂપ હાર આપી હતી. હવે તેનો સામનો કેકેઆર સામે થશે. જેના બેટધરોએ 29 માર્ચે આરસીબીના બોલરો સામે શાનદાર દેખાવ કરીને જીત મેળવી હતી. દિલ્હી માટે ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઉપર સારી શરૂઆતની જવાબદારી રહેશે.

ડીસી કપ્તાન ઋષભ પંત વાપસી બાદ શરૂઆતના બે મેચમાં સરેરાશ દેખાવ કરી શક્યો હતો. હવે તે જૂના અંદાજમાં પરત ફરી ચૂક્યો છે. તેણે સીએસકે વિરુદ્ધ આક્રમક અર્ધસદી કરી હતી. દિલ્હીની ચિંતા દ. આફ્રિકી બેટધર ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઓસ્ટ્રેલિયન બેટર મિચેલ માર્શ હજુ સુધી મોટી ઇનિંગ રમી શકયા નથી તે છે. આફ્રિકી ફાસ્ટર નોર્ત્ઝે પણ ફોર્મમાં નથી અને ડેથ ઓવર્સમાં ખર્ચાળ બની રહ્યો છે. દિલ્હીએ ફિલ્ડિંગ પણ સુધારવી પડશે. ખલિલ અહેમદ અને મુકેશ કુમાર સારી બોલિંગ કરી રહ્યા છે.

બીજી તરફ કેકેઆર તેના બન્ને મેચ જીતી સારા ફોર્મમાં આગળ વધી રહી છે. ઓપનર ફિલ સોલ્ટ અને ઓલરાઉન્ડર વૈંકટેશ અય્યર સારા ફોર્મમાં છે. કપ્તાન શ્રેયસ અય્યરે પણ ફોર્મમાં વાપસી કરી લીધી છે. આંદ્રે રસેલ આ ટીમનો હુકમનો એક્કો છે. તે કોઈપણ ટીમ પર ભારે પડી શકે છે. સૌથી મોંઘો બોલર મિચેલ સ્ટાર્ક અને સ્પિનર વરૂણ ચક્રવર્તી પ્રભાવિત કરી શક્યા નથી. હર્ષિત રાણા વિકેટો લે છે પણ ખર્ચાળ ઘણો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024