• સોમવાર, 27 મે, 2024

પાકિસ્તાનને ઝટકો : આઝમ ખાન શ્રેણીમાંથી બહાર

ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી પહેલા વિકેટકીપર આઝમને સ્નાયુમાં ઈજા

નવી દિલ્હી, તા. 21 : પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન આઝમ ખાનને સ્નાયુમાં ગ્રેડ વન ઈજાનાં કારણે ન્યૂઝિલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટી20 શ્રેણીમાંથી બહાર થયો છે. રેડિયોલોજી રિપોર્ટમાં ઈજાની પુષ્ટિ થયા બાદ આઝમને દસ દિવસના આરામની સલાહ આપવામાં આવી છે. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આઝમ ખાન હવે પાકિસ્તાની ટીમનો સાથ છોડીને લાહોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરશે. જ્યાં પીસીબી મેડિકલ પેનલની દેખરેખમાં રિહેબની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્યુઝિલેન્ડ સામે પહેલા ટી20 મેચ માટે પ્રેક્ટિસ કરતા સમયે આઝમને ઈજા અંગે જાણકારી મળી હતી. આઝમ ખાને અત્યારસુધીમાં પાકિસ્તાન માટે આઠ ટી20 મેચ રમ્યા છે. તેણે અંતિમ ટી20 ન્યુઝિલેન્ડ સામે જ રમ્યો હતો. એક હિટર તરીકેની ઓળખ છતાં પણ આઝમે સાત ઇનિંગમાં 10ના હાઇએસ્ટ સ્કોર સાથે કુલ 29 રન જ કર્યા છે. જો કે પીએસએલમાં તેનું બેટ બોલ્યું હતું. ઇસ્લામાબાદ યુનાઇટેડ માટે રમતા તેણે 10 ઇનિંગમાં 171ની સ્ટ્રાઇક રેટથી 226 રન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક