• મંગળવાર, 25 જૂન, 2024

FA કપમાં માંચેસ્ટર યુનાઇટેડ ચેમ્પિયન

ફાઇનલમાં માંચેસ્ટર સિટી વિરુદ્ધ 2-1 ગોલથી વિજય

 

 

લંડન, તા.26: માંચેસ્ટર યુનાઇટેડ ક્લબે ગઇકાલે રાત્રે વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલ એફએ કપના ફાઇનલમાં ગત ચેમ્પિયન માંચેસ્ટર સિટીને 2-1 ગોલથી હાર આપીને ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. માંચેસ્ટર યુનાઇટેડે આ સાથે જ ગયા વર્ષે સિટી ટીમ સામે મળેલ આટલા જ ગોલ અંતરથી મળેલ હારનો પણ હિસાબ ચૂકતે કર્યો હતો. એફએ કપ ચેમ્પિયન થવા સાથે જ માંચેસ્ટર યુનાઇટેડે આગલી સીઝનમાં યુરોપા લીગમાં જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં માંચેસ્ટર યૂનાઇટેડ તરફથી એલેકઝાંદ્રા ગાર્નાચોએ 30મી મિનિટે અને કોબી મેનૂએ 39મી મિનિટે ગોલ કર્યા હતા. માંચેસ્ટર સિટી તરફથી સબ્સ્ટિટયૂટ ખેલાડી જેરેમી ડોકૂએ 87મી મિનિટે ગોલ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024