• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

CNGની કિંમતમાં 6 રૂપિયા સુધીના વધારાની આશંકા

સસ્તા ઘરેલુ ગેસની આપૂર્તિમાં 17-20 ટકાની કમી કરવામાં આવતા કિંમતમાં વૃદ્ધિની ચર્ચા

નવી દિલ્હી, તા. 20 : દિવાળી પહેલાં સામાન્ય લોકોને સીએનજીની કિંમતમાં ઝટકો લાગી શકે છે. સરકારે સસ્તા ઘરેલુ ગેસની આપૂર્તિમાં 17-20 ટકાની કમી કરી દીધી છે. જેનાથી સીએનજી ફર્મની પડતરમાં વધારો થશે. જેના કારણે સીએનજીની કિંમત પ્રતિ કિલો પાંચ રૂપિયા કે તેનાથી વધુ વધી શકે છે. સસ્તો ઘરેલુ ગેસ (એપીએમ) ભારતના અમુક ખાસ વિસ્તારમાંથી કાઢવામાં આવે છે અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય દરથી ઓછી હોય છે. ઓછી કિંમત હોવાનાં કારણે કંપનીઓને પોતાની પડતર નક્કી કરવામાં મદદ મળે છે અને ગ્રાહકોને પણ ઓછી કિંમતે સીએનજી આપી શકે છે. જો કે એપીએમ ગેસની આપૂર્તિમાં 17-20 ટકાની કમી આવવાનાં કારણે કંપનીઓ ઉપરનુ દબાણ વધ્યું છે.

ભારતના ઘણા હિસ્સામાંથી પ્રાકૃતિક ગેસને સીએનજી અને પીએનજીમાં બદલવામાં આવે છે. જૂનાં ક્ષેત્રોમાંથી મળતા ગેસના ઉત્પાદનની પડતર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે હવે આ ક્ષેત્રોમાંથી ઉત્પાદનમાં વાર્ષિક પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાય રહ્યો છે. જેનાથી શહેરી ગેસ વિતરણ કંપનીઓને ગેસની  આપૂર્તિમાં કામ લાવવો પડી રહ્યો છે. આ કાપનો પ્રભાવ સીધો ગ્રાહકો ઉપર પડશે અને તેનાથી મોંઘવારીનો નવો દોર ચાલુ થઈ શકે છે.

સૂત્રો અનુસાર ઘરેલુ રસોઈ માટે ગેસની આપૂર્તિ સંરક્ષિત રાખવામાં આવી છે જ્યારે સીએનજી માટે કાચા માલની આપૂર્તિમાં કમી કરવામાં આવી છે. ગયા મહિને જૂના ક્ષેત્રમાંથી પ્રાપ્ત સીએનજીની 90 ટકા માગ પૂરી કરી હતી જો કે હવે આ આંકડો ઘટીને 50.75 ટકા રહી ગયો છે. આ ઘટાડો સીએનસીજી કિંમતમાં વૃદ્ધિનો સંકેત આપે છે. જે આર્થિક રૂપથી કમજોર વર્ગ માટે ગંભીર સમસ્યા બની શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક