ગુજરાત દેશમાં સૌપ્રથમ લાવશે શાળામાં મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણની માર્ગદર્શિકા
અમદાવાદ,
સુરત, તા.9 : સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં શાળામાં મોબાઇલના ઉપયોગ પર ગાઇડલાઇન બહાર
પાડવામાં આવશે, એવી જાહેરાત આજે સરકારે કરી હતી. સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા-
સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેનાં કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો
વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ
સ્વર્ણિમ સંકુલ -2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને
સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે
ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી
પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી
અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઇકિયાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર
બહાર પાડવામાં આવશે અને બાળકોનાં ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં
આવશે.
વધુમાં
તેમણે કહ્યું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને
માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઇલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે
વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં
મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઇલ લઈને શાળામાં ન આવે
તે માટેના કડક પગલાં લેવામાં આવશે.
મંત્રીએ
ઉમેર્યું કે, બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન - રમત
ગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિત ગાર કરવામાં આવશે.
તેમણે
એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ
મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી તેમજ ચિલ્ડ્રન
યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે
મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.