• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

ભારત ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર

ફોર્બ્સ દ્વારા 2025ના વિશ્વના સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર : ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના અને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં ભારતને આ યાદીમાંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉભા થયા

નવી દિલ્હી, તા.3 : ફોર્બ્સે 2025નાં વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલાં તથા ચીન બીજાં સ્થાને છે, ઈઝરાયેલને દશમા સ્થાને છે. ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે અને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે છતાં ભારતને આ યાદીમાંથી બહાર રખાતા ધણા પ્રશ્નો ઉભા થયા છે. જો કે, આ યાદી ઘણા મહત્ત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ આ યાદી યુએસ ન્યૂઝની મદદથી તૈયાર કરવામાં આવી છે. દેશોનું રેન્કિંગ તૈયાર કરવામાં પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી જે તે દેશના લીડર, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ આ યાદી યુએસ ન્યૂઝની મદદથી તૈયાર કરવામાં આવી છે. દેશોનું રેન્કિંગ તૈયાર કરવામાં પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી જે તે દેશના લીડર, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ પાવર સબ-રેન્કિંગ પાંચ પરિબળના ઇક્વલી વેટેજ એવરેજ ઓફ સ્કોર પર આધારિત હોય છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ મજબૂત સ્થિતિમાં છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને ઈઝરાયેલને પણ સ્થાન મળ્યું છે જ્યારે ભારતને સ્થાન મળ્યું નથી, પાકિસ્તાન પણ આ યાદીમાં નથી. ફોર્બ્સની યાદી ઇઅટ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે એક વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની ઠઙઙ નું યુનિટ છે. આ રેન્કિંગ તૈયાર કરનાર સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટિન દ્વારા કરવામાં આવ્યું હતું અને આમ આ યાદી અનેક પરિમાણોની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025