-‘રાજ્યપાલ ખરડાઓને રોકી શકે નહી’ તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમ કોર્ટની ફટકાર: પહેલી જ વખત ખરડા પસાર કરવાની સમયમર્યાદા નિયત કરાઈ
નવી
દિલ્હી, તા.8 : તમિલનાડુમાં રાજ્ય સરકારે પસાર કરેલા 10 ખરડાને રાજયપાલે અટકાવતાં સુપ્રીમ
કોર્ટે સખત વલણ દર્શાવતા રાજયપાલ ટીએન રવિના નિર્ણયને ગેરકાયદે ગણાવી ઝાટકણી કાઢતાં
ટકોર કરી કે તમે બંધારણથી ચાલો, પાર્ટીઓની મરજીથી નહીં. વિધાનસભાનું ગળું ઘોંટો નહીં,
ધારાસભ્યોને જનતા ચૂંટે છે.
તમિલનાડુની
એમ.કે.સ્ટાલિન સરકારને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી હતી. રાજ્ય સરકારના
10 ખરડાને રાજ્યપાલે રોકી રાખી, નિર્ણય ન લઈને પરત મોકલતાં મામલો સુપ્રીમ કોર્ટમાં
પહોંચ્યો હતો. કોર્ટે ટીએન રવિને સલાહ આપી કે તમારી પાસે કોઈ વીટો પાવર નથી કે ખરડાઓને
રોકીને રાખો. ભલે બંધારણમાં સમય મર્યાદાનો કોઈ ઉલ્લેખ ન હોય પરંતુ રાજયપાલ અનંતકાળ
સુધી તો તેને રોકીને રાખી ન શકે. સર્વોચ્ચ
અદાલતે તમિલનાડુ સરકાર તરફથી દાખલ કરવામાં
આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં આરોપ લગાવાયો હતો કે રાજ્યપાલ આરએન રવિએ રાજયના
જરૂરી ખરડા રોકીને રાખ્યા છે. સુપ્રીમે રાજ્યપાલો માટે ખરડા પર કામ કરવાની સમય મર્યાદા
નક્કી કરી અને કહ્યું કે વિધાનસભામાંથી પસાર કરાયેલા ખરડા પર એક મહિનામાં નિર્ણય લેવામાં
આવે. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની ખંડપીઠે કહ્યું કે આજકાલ આવા બનાવો
વધ્યા છે જ્યારે રાજ્યપાલ ખરડા રોકી રાખે છે. આવું કરવું અયોગ્ય છે અને તે વિધાનસભાનું
ગળું ઘોંટવા સમાન છે.
કોર્ટે
કહ્યું કે રાજ્યપાલને એક મિત્ર, દાર્શનિક અને રસ્તો બતાવનારા જેવા હોવા જોઈએ. તમે બંધારણના
શપથ લો છો. જમારે કોઈ રાજકીય દળ તરફથી સંચાલિત ન થવું જોઈએ. તમારે ઉત્પ્રેરક બનવું
જોઈએ, અવરોધક નહીં. રાજ્યપાલે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ અવરોધ ઉભો ન થાય. રાજ્યપાલનું
10 ખરડા રાષ્ટ્રપતિ પાસે મોકલવા ગેરકાયદે અને મનમાની છે. આ કાર્યવાહી રદ કરવામાં આવે
છે. કોર્ટે રાજયપાલને નિર્દેશ આપ્યો કે તેમણે પોતાના વિકલ્પોનો ઉપયોગ સમય મર્યાદામાં
કરવાનો રહેશે નહીં તો ઉઠાવવામાં આવેલા પગલાઓની કાનૂની સમીક્ષા કરાશે. રાજ્યપાલ બિલ
રોકે કે રાષ્ટ્રપતિ પાસે મોકલે તેમણે આ કાર્ય મંત્રી પરિષદની સલાહના એક મહિનામાં કરવાનું
રહેશે. વિધાનસભા બિલને ફરી પાસ કરીને મોકલે છે તો રાજ્યપાલે એક મહિનામાં તેને મંજૂરી
આપવી પડશે.