• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

રક્તરંજિત શેર બજારો બમણાં જોરથી ઉછળ્યા

રાજકોટ, તા.8(ફૂલછાબ ન્યૂઝ) : ભારતીય શેરબજારો વિશ્વ પાછળ સોમવારે રક્તરંજિત થયા પછી મંગળવારે બમણા જોરથી ઉછળ્યા હતા. વૈશ્વિક સ્તરે પ્રવર્તતી મંદીની ચિંતા હળવી થશે તેમ લાગતા સેન્સેક્સ-નિફ્ટી સહિત વિશ્વભરના શેરબજારોમાં બાઉન્સબેક હતો. સેન્સેક્સ 1089 પોઇન્ટ ઉંચકાઇને 74,227 અને નિફ્ટી 374 પોઇન્ટ ઉંચકાઇને 22,535 બંધ થયો હતો. શેરબજાર સુધરતા થોડો હાશકારો થયો છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ટેન્શન વધે તો આવનારા દિવસો સારા નહીં હોય એમ અભ્યાસુઓ માને છે. દરમિયાન ટેન્શન વચ્ચે સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 50 ડોલરની વધઘટ બતાવે છે, સાંજે સુધરીને 3015 ડોલર અને ચાંદી 30.29 ડોલર હતી. ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય 50 પૈસા નબળું પડીને 86.26 સુધી પહોંચ્યું હતુ. ક્રૂડ તેલના વાયદામાં 1.122 ટકાના સુધારા સાથે 61.44 ડોલર હતા. બિટકોઇનમાં હળવો સુધારો હતો. કોપર વાયદામાં પણ સાધારણ રિકવરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક