-ગુપ્તચર સૂત્રોનો દાવો : વકફ કાયદાનો વિરોધ કરવા ઉપદ્રવીઓને ભડકાવ્યા, મુર્શિદાબાદ હિંસામાં સરહદ પારથી દોરવણીની આશંકા : તપાસમાં ચોંકાવનારા રાઝ ખુલી શકે
કોલકત્તા,
તા.1પ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં ભડકેલી હિંસામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ હાથ ધરી છે અને શરૂઆતના રિપોર્ટમાં આિ હંસામાં બાંગ્લાદેશના
એક આતંકવાદી સંગઠન પ્રેરિત ઉપદ્રવીઓની સંડોવણી સામે આવ્યાનો ચોંકાવનારો દાવો એક રિપોર્ટમાં
કરાયો છે. ર4 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારમાં હજુય તણાવ છે. અહીં ઈન્ડિયન સેકયુલર
ફ્રન્ટના કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી.
ગુપ્તચર
સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળની હિંસા પાછળ જમાત-ઉલ-મુઝાહિદીન બાંગ્લાદેશની સંડોવણી હોઈ
શકે છે.સંભવ છે કે આતંકી સંગઠને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં હથિયારોની સપ્લાય સાથે
કેટલાક જૂથોને હિંસાની તાલીમ આપી હોય. જેએમબી એક પ્રતિબંધિત આતંકી સંગઠન છે જેનું સંચાલન
બાંગ્લાદેશમાંથી થાય છે. તે હાઈબ્રીડ મોડલમાં કામ કરી છે અને આઈએસઆઈએસ ઉપરાંત કેટલાક
પાકિસ્તાની આતંકવાદી સંગઠનો માટે કામ કરે છે.
જંગીપુર,
ધુલિયાન, સુતી અને શમશેરગંજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ, સીઆરપીએફ, રાજય સશત્ર
પોલીસ અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં કેટલાક બાંગ્લાદેશીઓની
સંડોવણીના સંકેત મળ્યા છે. છેલ્લા ર4 કલાકમાં મુર્શિદાબાદમાં નવી હિંસાની કોઈ ખબર નથી
અને સ્થિતી સામાન્ય બની રહી છે. બીએસએફના વરિષ્ઠ અધિકારી રવિ ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની
મુલાકાત લઈ રાજ્ય પોલીસ સાથે મળી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારવા
સહિત રણનીતિ પર ચર્ચા કરી હતી. હિંસા અંગે અત્યાર સુધીમાં ર10 ઉપદ્રવીની ધરપકડ કરવામાં
આવી છે. બંગાળ પોલીસ અનુસાર હિંસાને કારણે બંધ થયેલી દુકાનો ફરી ખુલી રહી છે અને જે
લોકો હિજરત કરી ગયા હતા તે પાછાઆવી રહયા છે. ગત શુક્રવારે અને શનિવારે નવા વકફ સંશોધન
કાયદાના વિરોધમાં હિંસર પ્રદર્શનો યોજાયા હતા જેમાં 3ના મૃત્યુ થયા અને અનેકને ઈજા
પહોંચી હતી.