અચાનક વીજળી ગુલ થવાથી અફરાતફરી: એરપોર્ટ-મેટ્રો બંધ, મોબાઈલ નેટવર્ક ઠપ
નવી
દિલ્હી, તા.28 : આજે ભારતીય સમય મુજબ સાંજે ચાર વાગ્યે યુરોપિયન દેશો સ્પેન, પોર્ટુગલ
અને ફ્રાન્સમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આના કારણે ત્રણેય દેશોના મેટ્રો, એરપોર્ટ, રેલ
અને મોબાઇલ નેટવર્ક ઠપ્પ થઈ જતાં અફરાતફરી વચ્ચે લોકો પરેશાન બન્યા હતા. સ્પેનની સરકારી કંપનીએ વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં
છથી 10 કલાકનો સમય લાગી શકે તેમ જણાવ્યું હતું.
અંધારપટને
કારણે લાખો લોકો વીજળી વિના રહેવા મજબૂર છે. યુરોન્યૂઝ પોર્ટુગલ અનુસાર, પોર્ટુગલ અને
સ્પેનની રાજધાનીઓમાં ઘણી મેટ્રો ટ્રેનો સ્ટેશનો વચ્ચેની ટનલમાં ફસાઈ ગઈ છે. લોકો આ
મહાનગરોમાં અટવાઈ ગયા છે.
પોર્ટુગીઝ
પોલીસે પુષ્ટિ આપી કે ટ્રેનો બંધ હતી, પોર્ટો અને લિસ્બનમાં મેટ્રો સેવાઓ બંધ હતી અને
દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પ્રભાવિત થયા હતા.
પોર્ટુગીઝ
કેબિનેટે વડાપ્રધાનના નિવાસસ્થાને એક કટોકટીની બેઠક બોલાવી હતી, અને સ્પેનિશ વડાપ્રધાન
પેડ્રો સાંચેઝે ગ્રીડ કામગીરી પુન:સ્થાપિત કરવાના પ્રયાસોનું નિરીક્ષણ કરવા માટે સરકારી
વીજ વિતરક કંપની રેડ ઇલેક્ટ્રિકાની મુલાકાત લીધી હતી. રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું હતું કે તે વીજ પુરવઠો
પુન: સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે પરંતુ વીજળી પૂર્વવત કરવામાં તેને છથી 10 કલાકનો
સમયગાળો લાગી શકે છે . કંપનીએ કહ્યું કે તે હાલમાં બ્લેકઆઉટના કારણોનું વિશ્લેષણ કરી
રહી છે. સ્પેનની રાષ્ટ્રીય રેલ્વે કંપની, રેન્ફેએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ
રાત્રે 12:30 વાગ્યે દેશની ‘સમગ્ર રાષ્ટ્રીય પાવર ગ્રીડ કપાઈ ગયો હતો. રેન્ફેએ જણાવ્યું હતું કે ટ્રેનો રોકી દેવામાં આવી
હતી અને કોઈ પણ સ્ટેશનથી કોઈ ટ્રેન આવી રહી ન હતી કે ઉપડી રહી ન હતી. વીજળી ગુલ થવાના
કારણે વાર્ષિક ક્લે કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ, મેડ્રિડ ઓપન પર પણ અસર પડી અને રમત બંધ
કરવી પડી હતી. મેચ બંધ થવાને કારણે બ્રિટિશ ટેનિસ ખેલાડી જેકબ ફર્નલીને કોર્ટ છોડવાની
ફરજ પડી હતી. વીજળી ગુલ થવાના કારણે ટુર્નામેન્ટના
સ્કોરબોર્ડ પર અસર પડી અને કોર્ટની ઉપર લગાવેલા કેમેરા કામ કરવાનું બંધ કરી દીધા હતા.
સ્પેન
અને પોર્ટુગલમાં આવા વ્યાપક વીજકાપ ભાગ્યે જ જોવા મળે છે. સ્પેનના જાહેર પ્રસારણકર્તા
આરટીવીઈએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે દેશના ઘણા વિસ્તારોમાં
વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે તેના ન્યૂઝરૂમ, મેડ્રિડમાં સ્પેનિશ સંસદ અને દેશભરના
મેટ્રો સ્ટેશનો અંધારામાં ડૂબી ગયા હતા.
1
કરોડ 6 લાખ લોકોની વસ્તી ધરાવતા પોર્ટુગલમાં વીજળી પુરવઠો ખોરવાઈ જવાથી રાજધાની લિસ્બન
અને આસપાસના વિસ્તારો તેમજ દેશના ઉત્તર અને દક્ષિણ ભાગો પ્રભાવિત થયા હતા. પોર્ટુગીઝ
અખબાર એક્સપ્રેસોના જણાવ્યા અનુસાર, પોર્ટુગીઝ વીજળી વિતરક ઇ-રેડ્સે જણાવ્યું હતું
કે ‘યુરોપિયન વીજળી પ્રણાલીમાં સમસ્યા’ને કારણે અંધારપટ છવાયો હતો.
વીજળી
ગુલ થવાને કારણે મોબાઇલ નેટવર્ક પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. કેટલાક અહેવાલોમાં
જણાવાયું છે કે લિસ્બન સબ-વે બંધ થઈ ગયો છે. શહેરમાં ટ્રાફિક લાઇટ પણ કામ કરતી બંધ
થઈ ગઈ હતી.