- શખસે ચોરી છુપીથી પદાર્થ લાવી શંકાસ્પદ વેચાણ કરવા માટે રાખ્યો હતો
ભાવનગર,તા.28
: ભાવનગરની એસોજી પોલીસે ભાવનગરના ખડસલીયા
ગામે રહેતા અમરૂ સેલારભાઈ દેસાઈ નામના શખસને વ્હેલ માછલીની ઉલટી (અળબયલિશિત)ના 1 કિલો
165 ગ્રામ અંદાજે કિંમત રૂ.1,16,50,000ના જથ્થા
સાથે ઝડપી લીધો છે.
ભાવનગર
એસ.ઓ.જી. પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શિવાજી
સર્કલથી મંત્રેશ કોમ્પલેક્ષ સર્કલ જવાના રોડ પર યોગી સ્મ્રુતિ કોમ્પલેક્ષ પાસે અમરૂભાઇ
સેલારભાઇ દેસાઇ(રહે ખડસલીયા તા.જી ભાવનગર)ને વ્હેલ માછલીની ઉલટી (અળબયલિશિત) નામના
મુલ્યવાન પદાર્થ સાથે ઝડપી લીધો હતો. આ શખસ ચોરી છુપીથી આ પદાર્થ લાવી શંકાસ્પદ વેચાણ
કરવા માટે રાખ્યો હતો. જેનુ વજન 1.165 કિ.ગ્રા. હતો. આરોપીને ઝડપી પાડી તેના વિરૂદ્ધ
કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે.
------------
વ્હેલ
માછલીની ઉલટી અને તેના ઉપયોગ
એમ્બગ્રીસ
એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે અને તે અત્તર તથા ચાઈનીઝ દવામાં
બનાવવામાં વપરાતો અત્યંત મુલ્યવાન પદાર્થ છે. જે વ્હેલ માછલીની બોડીમાંથી મળી આવે છે.
ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે. વેશ્વીક બજારમાં તેની ખુબ જ ઉંચી કિંમત આવતા તરતુ સોનું
કે સમુદ્રનો ખજાનો કહેવામાં આવે છે.
સ્પર્મ વ્હેલ માછલીને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસુચી હેઠળ સુરક્ષીત છે અને તેથી ભારતમાં એમ્બરગ્રીસનું
વહેચાણ, સ્થળાંતર, કબ્જો અથવા વેપર કરવો ગેરકાયદેસર છે.