-પાક.વડાપ્રધાન શાહબાઝને મોટાભાઈની ‘શરીફ’ સલાહ
ઈસ્લામાબાદ,
તા.ર8 : પરમાણું યુદ્ધ, સિંધુ નદીમાં લોહી વહેવાની ખોખલી ધમકી વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન
શાહબાઝ શરીફને તેમના મોટા ભાઈ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત સાથેનો તણાવ યુદ્ધથી
નહીં પરંતુ કૂટનીતિથી દૂર કરવા ડાહી સલાહ આપી છે.
ભારતના
આક્રમક વલણથી પાકિસ્તાનમાં હાલ ભયનો માહોલ છે એટલે જ પાક.નેતાઓ વિચલીત થઈને બેફામ બફાટ
કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે નાના ભાઈ શાહબાઝને કૂટનીતિમાં જોર લગાવવા
સલાહ આપ્યાનું સામે આવ્યું છે. રવિવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાના મોટાભાઈને મળવા
તેમના નિવાસ સથાને પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ભારત તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો
અને પ્રવર્તમાન સિથતી અંગે માહિતી આપી હતી. સાથે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં
લેવાયેલા નિર્ણય જણાવ્યા હતા. દરમિયાન પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ સાથે
હતા. મીડિયા રિપોર્ટસ મુજબ આ મુલાકાતમાં શાહબાઝે આરોપ લગાવયો કે પહલગામમાં હુમલો ભારતે
જ કરાવ્યો છે. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધી સ્થગિત કરવાનો એક તરફી નિર્ણય લઈને ભારતે
યુદ્ધની સંભાવના વધારી છે. બન્ને ભાઈઓ સાથેની વાતચીતમાં મોટાભાઈએ યુદ્ધને બદલે કૂટનીતિક
રસ્તો અપનાવવા પર ભાર મૂક્યો હતો.