ભુવનેશ્વરની 3 અને હેઝલવૂડની 2 વિકેટ
નવી
દિલ્હી તા.27: કેએલ રાહુલ (41) સિવાયના ટોચના બેટધરોના ખરાબ બેટિંગ પ્રદર્શન છતાં રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ દિલ્હી કેપિટલ્સ ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 162 રનના
સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. ડેથ ઓવર્સમાં આફ્રિકી બેટર ટ્રિસ્ટન
સ્ટબ્સે 18 દડામાં પ ચોક્કા અને 1 છક્કાથી 34 રનની ઇનિંગ રમી હતી. આથી આરસીબીને
163 રનનું પડકારરૂપ વિજય લક્ષ્ય આપવામાં હોમ ટીમ ડીસી સફળ રહી હતી. સ્ટબ્સના પાવર હિટીંગથી
દિલ્હીએ 18મી ઓવરમાં 17 અને 19મી ઓવરમાં 19 રનનો ઉમેરો કર્યોં હતો. જો કે 20 ઓવરમાં
ફકત 6 રન જ કરી શકી હતી. આરસીબી તરફથી ભુવનેશ્વર કુમારે 33 રનમાં 3 વિકેટ લીધી હતી.
જયારે જોશ હેઝલવૂડને 36 રનમાં 2 વિકેટ મળી હતી. આઈપીએલ-202પ સીઝનમાં હેઝલવૂડ કુલ
18 વિકેટ સાથે પર્પલ કેપ લીડર બોર્ડ પર પહેલા ક્રમે આવી ગયો છે.
આરસીબી
કપ્તાન રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીના બન્ને ઓપનર અભિષેક પોરેલ
અને ફાક ડૂ પ્લેસિસે અનુક્રમે 28 અને 22 રનની ઇનિંગ રમી હતી. કરૂણ નાયર 4 અને દિલ્હીનો
કપ્તાન અક્ષર પટેલ 1પ રને આઉટ થયા હતા. કેએલ રાહુલે 39 દડામાં 3 ચોક્કાથી 41 રનની જવાબદારીભરી
ઇનિંગ રમી દિલ્હનો રકાસ ખાળ્યો હતો. આશુતોષ શર્મા બે રન જ કરી શકયો હતો. વિપરાજ નિગમે
12 રન કર્યાં હતા અને સ્ટબ્સ (34) સાથે 8મી વિકેટમાં 1પ દડામાં 38 રનની ઝડપી ભાગીદારી
કરીને દિલ્હીને 162 રન સુધી પહોંચાડયું હતું. યશ દયાલ અને કુણાલ પંડયાને 1-1 વિકેટ
પ્રાપ્ત થઇ હતી.