• મંગળવાર, 29 એપ્રિલ, 2025

આફ્રિદી જોકર : ઓવૈસીની ફટકાર

-પાક. ક્રિકેટરને પહલગામ હુમલા અંગે બફાટ સામે જવાબ

નવી દિલ્હી તા.ર8 : પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પહલગામ આતંકી હુમલા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પ્રતિક્રિયામાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદીન ઓવૈસીએ ફટકાર લગાવતાં કહયુ કે કોણ છે તે ? નાટક છે. મારી સામે શું જોકરોનું નામ લઈ રહ્યા છો ?

પત્રકારોએ ઓવૈસીને આફ્રિદી અંગે સવાલ પૂછયો તો તેઓ ભડકી ઉઠયા અને પાક. ક્રિકેટરને જોકર કહ્યો હતો. જે સાથે તેમણે પાકિસ્તાનને ફરી એકવાર ફાયનાશિયલ એકશન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં નાંખવાની સલાહ આપી હતી. તેમણે કહયું કે પાકિસ્તાન બહાના આગળ ધરીને વિશ્વમાંથી નાણાંકીય મદદ મેળવે છે અને તેનાથી આતંકીઓને પોષે છે. આફ્રિદીએ પહલગામ હુમલા અંગે પાકિસ્તાનને નિર્દોષ ઠરાવતાં કહયુ હતુ કે ભારતમાં ફટાકડો ફૂટે તો પણ પાકિસ્તાન પર આરોપ લગાવી દેવાશે. તેમણે ભારતીય આર્મી અને ભારતીય મીડિયાના વલણની નિંદા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક