રૂ.6.25 લાખના મુદ્દામાલ સાથે બે ગેંગના પાંચ શખસ ઝડપાયા
અમરેલી:
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દામનગર વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભાવેશ ઉર્ફે કાનો કાંતીભાઇ વાઘેલા, નરેશ ઉર્ફે
ભોળો ડાયાભાઇ વાઘેલા નામના બે શખસને શંકાસ્પદ ચાર બાઈક સાથે પકડી લીધા હતા.
બન્નેની
સઘન પૂછપરછ કરતા આરોપીઓએ દામનગર, ગારિયાધાર, સુરત, પાલિતાણા વિસ્તારમાંથી અલગ અલગ બાઈકની
ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. બન્ને ઇસમ પાસેથી ચોરીના બાઈક કબજે કરવામાં આવ્યા
છે.
ત્રણ
જેટલાં શખસોએ બાઈકની ચોરીઓ કરી અને ચોરી કરેલા બાઈક સંતાડીને રાખ્યા છે તેવી બાતમીના
આધારે તપાસ ચલાવતા ભાવનગર જિલ્લાના જેસરના ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઇ ચુડાસમા, જગદીશ
ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા તથા નિલેશ મધુભાઇ ચુડાસમાને 20 જેટલાં બાઈક સાથે ઝડપી લીધા હતા. આ શખસોએ પૂછપરછમાં સાવરકુંડલા, મહુવા, તળાજા, અલંગ, બગદાણા વગેરે વિસ્તારમાંથી
ચોરી કરી હોવાની કબૂલાત આપતા તમામ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 25 ગુનામાં બાઈક ચોરી કરતી બે અલગ અલગ ગેંગના
પાંચ જેટલાં સભ્યોને ચોરીના બાઈક રૂ. 6,24,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી, વાહન ચોરીના
25 ગુનાનો ભેદ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલ્યો છે.