• મંગળવાર, 29 એપ્રિલ, 2025

ઓરેન્જ કેપની રેસ રોમાંચક વિરાટને ખસેડી સુદર્શન ટોચ પર

નવી દિલ્હી, તા.28: આઇપીએલ-202પ સીઝનમાં ઓરેન્જ કેપની રેસ દિલચશ્પ બનતી જાય છે. પહેલા આ રેસમાં નિકોલસ પૂરન અને સાઇ સુદર્શન આગળ ધપી રહ્યા હતા. પછી સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થઇ. તેણે એલએસજી વિરુદ્ધ પ4 રનની ઇનિંગ રમીને ઓરેન્જ કેપ કબજે કરી લીધી. જો કે રવિવારનો બીજા મેચની સમાપ્તિ સાથે સૂર્યકુમારની ઓરેન્જ કેપ છીનવાઇ ગઇ. સૂર્યકુમાર યાદવના ખાતામાં 10 ઇનિંગમાં 427 રન છે જ્યારે રવિવારના બીજા મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આરસીબીના સ્ટાર વિરાટ કોહલીએ સતત ત્રીજી અર્ધસદી ફટકારી અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. દિલ્હી સામેની પ1 રનની ઇનિંગથી વિરાટ કોહલીના 443 રન થયા છે અને ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર પહેલા નંબર પર આવી ગયો હતો. જો કે આજે એટલે કે સોમવારે રાજસ્થાન સામે ગુજરાત ટીમની ટક્કર થશે. આ મેચ દરમિયાન ટાઇટન્સના સાઇ સુદર્શને વિરાટ કોહલી પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી. સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમાં સાઇ સુદર્શન 9 ઈનિંગમાં 4પ6 રન સાથે ટોચ પર પહોંચ્યો છે. કોહલી બીજા સ્થાને છે અને સૂર્યુકમાર (427) ત્રીજા સ્થાને છે. 

ઇ-પેપરના નવા શુલ્ક