નવી ટીમનો ઉમેરો થશે નહીં : IPL ચેરમેન અરુણ ધૂમલ
નવી
દિલ્હી, તા.28: આઇપીએલ ચેરમેન અરુણ ધૂમલે કહ્યંy છે કે બીસીસીઆઇ 2028થી શરૂ થનાર મીડિયા
રાઇટસ ચક્રથી સીઝનના મેચનો વિસ્તાર કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યંy છે. જો કે નજીકના
ભવિષ્યમાં નવી ફ્રેંચાઇઝીને જોડવાની કોઇ યોજના નથી. આઇપીએલ-2022થી ગુજરાત ટાઇટન્સ અને
લખનઉ સુપર જાયન્ટસ ફ્રેંચાઇઝીનો ઉમેરો થયો છે. આથી વર્તમાનમાં 10 ટીમ વચ્ચે 74 મેચ
રમાય છે. હવે આઇપીએલ ચેરમેન અરુણ ધૂમલ કહે છે કે અમે 2028માં કોઇ નવી ટીમના ઉમેરા વિના
94 મેચના આયોજન પર યોજના બનાવી રહ્યા છીએ.
202પ
માટે અમારી 84 મેચની યોજના હતી, પણ બ્રોડકાસ્ટરના ડબલ હેડર મેચને લઇને હિચકિચાટને લઇને
આ યોજના ટાળી દેવામાં આવી હતી પરંતુ ભવિષ્યમાં મેચની સંખ્યા વધારવાની યોજના વિચારાધિન
છે. આઇપીએલની બે વર્ષની વિન્ડો લોક થઇ ચૂકી છે. જે માર્ચના મધ્યથી મે મહિનાના અંત સુધીની
હશે. નવી યોજના અને મેચની સંખ્યા પર 2028માં નિર્ણય લેવાશે. તેમ આઇપીએલ ચેરમેને જણાવ્યું
હતું. જો કે અરૂણ ધૂમલે સ્વીકાર્યું કે ક્રિકેટ ખુબ રમાઇ રહ્યું છે. અમે ઉચિત નિર્ણય
લેશું. તેમનું કહેવું છે કે આઇપીએલના વિકાસથી બીસીસીઆઇ ખુશ છે. તેમનું માનવું છે આ
સીઝનમાં કોઇ નવી વિજેતા ટીમ મળી શકે છે.