• મંગળવાર, 29 એપ્રિલ, 2025

બોલિંગ જ નહીં, બેટિંગમાં પણ ભૂખ બાકી છે : કુણાલ પંડયા

DC વિરુદ્ધ 73 રનની શાનદાર ઇનિંગ રમી RCBને જીત અપાવી

નવી દિલ્હી, તા.28: આરસીબીએ ગઇકાલના મેચમાં 163 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા 26 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિમાં કુણાલ પંડયા ક્રિઝ પર આવ્યો. કોચિંગ સ્ટાફે તેને સૂચના આપી કે તારે વિકેટ બચાવીને બેટિંગ કરવાની છે અને વિરાટ કોહલીનો સાથ આપવાનો છે. રાઇટી-લેફટીના કોમ્બિનેશ માટે કુણાલ પંડયાને ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ અને જિતેશ શર્મા પહેલા ઉતારવામાં આવ્યો હતો. કુણાલે પ્રમોટ થયાના મોકોનો પૂરો ફાયદો લીધો. ફિરોઝ શાહ કોટલાની ધીમી પિચ પર તેણે સાહસિક અંદાજમાં બેટિંગ કરી. શરૂઆતના 21 દડામાં તેણે માત્ર 17 રન કર્યાં હતા. બાદમાં તેણે પાવર હિટિંગ શરૂ કર્યું અને કોહલી સાથે ચોથી વિકેટમાં શતકીય ભાગીદારી કરી હતી. કુણાલ પંડયા ફિનિશર બન્યો અને 47 દડામાં પ ચોક્કા-4 છક્કાથી 73 રને નોટઆઉટ રહી આરસીબીને જીત અપાવી. બોલિંગમાં પણ શાનદાર રહ્યો અને 28 રનમાં 1 વિકેટ લીધી હતી. પોતાના હરફનમૌલા દેખાવથી તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

મેચ બાદ કુણાલ પંડયાએ કહ્યંy કે હું રણનીતિના ભાગરૂપે પાંચમા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. મારી ભૂમિકા સ્પષ્ટ હતી. અમારી ત્રણ વિકેટ જલ્દીથી પડી ગઇ હતી. આથી મારે કોહલી સાથે ભાગીદારી કરવાની હતી. કારણ કે અમારી પાસે ટિમ ડેવિડ અને જિતેશ શર્મા જેવા બિગ હિટર બાકી હતા. જે બાદમાં રન રફતાર વધારી શકે તેમ હતા. ફકત બોલિંગમાં નહીં બેટિંગમાં પણ મારી ભૂખ હતી. આથી સારી ઇનિંગ રમી શક્યો અને ટીમની જીતમાં યોગદાન આપી શક્યો.

ઇ-પેપરના નવા શુલ્ક