• મંગળવાર, 03 માર્ચ, 2026

રૂપિયો રાંક; 90.58નાં વિક્રમી તળિયે

ભારત-અમેરિકા વેપારસંધિ આગળ ન વધવા સાથે ટેરિફ વિદેશી ફંડોના ઉપાડથી દબાણ વધ્યું છે

 

નવી દિલ્હી, તા. 15 : ભારત અને અમેરિકા વચ્ચે અટકી પડેલી વેપારસંધિ તેમજ ડોલરની વધતી જતી મજબૂતીની અસર હેઠળ ભારતનો રૂપિયો વધુ ઘસારા સાથે સોમવારે અમેરિકી ચલણ સામે 90.58 રૂપિયાનાં સૌથી નીચાં સ્તરે સરકી ગયો હતો.

વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી પૈસાના સતત જારી ઉપાડે પણ રૂપિયા પર દબાણ વધારવા માંડયું છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી ભારતીય ચલણ પાંચ ટકા કમજોર થઇ ચૂક્યું છે, પહેલી જાન્યુઆરીના રૂપિયો 85.70 રૂપિયાનાં સ્તર પર હતો, જે આજે 90.58નાં સ્તરે સરકી ગયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો છે, જે ભારતના જીડીપી વિકાસને 60-80 બેઝિસ પોંઇન્ટ સુધી ઘટાડી      શકે છે.

નિકાસનું પ્રમાણ વધુ ઘટી શકે છે, વિદેશી મુદ્રાની આવકનો પ્રવાહ ઘટવાથી પણ રૂપિયા પર દબાણ વધ્યું છે.

તજજ્ઞોના જણાવ્યાનુસાર, રૂપિયો 90ને પાર જવાનું સૌથી મોટું કારણ એ પણ રહ્યું કે, ભારત-અમેરિકા વેપારસંધિની વાતમાં કોઇ નક્કર પ્રગતિ થઇ શકી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક