• મંગળવાર, 03 માર્ચ, 2026

અમેરિકામાં વિઝા આવેદકોનું થશે સોશિયલ મીડિયા ક્રીનિંગ

H1-B માટે આવેદન કરનારા લોકો અને તેના આશ્રિતોની પૂરતી તપાસ કરવાનો આદેશ અપાયો

નવી દિલ્હી, તા. 15 : ટ્રમ્પ પ્રશાસને સોમવારે એચ-1બી વિઝા અને એચ-4બી વિઝા આવેદકોની તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ સોમવારથી શરૂ થશે. તપાસ દરમિયાન તમામ આવેદકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસને એક નવો આદેશ જારી કરતા કહ્યું છે કે, 15 ડિસેમ્બરથી એચ-1બી વિઝા આવેદન કરનારા લોકો અને તેના ઉપર આશ્રિત લોકોની ઓનલાઇન ઉપસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ પહેલાં સમીક્ષાના દાયરામાં નહોતા. હવે અમેરિકી પ્રશાસને ઓનલાઇન ઉપસ્થિતિની સાથે સાથે સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકી વિભાગ અનુસાર અમેરિકી વિઝા લેવાનો એક વિશેષ અધિકાર વછે. આ માટે વિઝા આપતા પહેલાં યોગ્ય રીતે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન વિભાગ એવા લોકોની ઓળખ કરે છે જે અમેરિકામાં પ્રવેશ કરવા માટે યોગ્ય નથી. આવા લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની શકે છે. વિભાગ અનુસાર તમામ વિઝા આવેદકોની  પૂરી રીતે તપાસ કરવામાં આવે છે. જેમાં તમામ છાત્ર સહિત એક્સચેન્જ વિઝિટર પણ સામેલ હોય છે. જેણે વિઝા માટે આવેદન કર્યું છે. વિદેશ વિભાગે ચેતવણી આપતા કહ્યું હતું કે વિઝા મંજૂર કરતા સમયે અમેરિકાએ સતર્ક રહેવાની જરૂરિયાત છે. વિઝાનું આવેદન કરનારી વ્યક્તિનો ઈરાદો અમેરિકાને નુકસાન પહોંચાડવાનો તો નથી ને ? તેની તપાસ થવી જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક