• મંગળવાર, 03 માર્ચ, 2026

જૂનાગઢમાં ગૌ સેવાની આડમાં ચાલતા સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ

ક્ષ          આશ્રમના મહંતે બેંક કીટ આપી હતી : જઘઋની ટીમે મહંત અને તેના સાગરીતોની પૂછપરછ હાથ ધરી

જૂનાગઢ, તા.1પ: જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના, ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલી રહેલા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો એસ.ઓ.જી.ની ટીમે પર્દાફાશ કર્યો છે. કેરાળા ગામમાં અવધુત આશ્રમની ગૌ શાળામાં રહેતા અને ધર્મગુરૂ તરીકેની ઓળખ ધરાવતા મહંતને આ સાયબર ફ્રોડનાં સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે. એસઓજી દ્વારા મહંત અને તેના સાગરીતોની પૂછપરછ હાથ ધરી છે. એસઓજીની ટીમે કલ્યાણગીરીની ત્રણ દિવસ પૂછપરછ કરતા અડધી રાત્રે સાગરીતો મળવા માટે આશ્રમ પહોંચ્યા હતા. મહંત કલ્યાણગીરી અને સાગરીતો વચ્ચે રાત્રે થયેલી આ વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે સાયબર ફ્રોડ માટે બેંક કીટ આપી હોવાનું સ્વીકાર્યુ છે. અવધૂત આશ્રમના ભાગરૂપે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કના સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. ગત તા.12ના રોજ એસઓજીના હાથે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને છેતરપિંડી આચરનાર અભય પરસાણિયાની ધરપકડ થતાં, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં કલ્યાણગીરી બાપુની સંડોવણી સામે આવતા જુનાગઢ

એસઓજીએ તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યુ છે. આ ફંડ સાયબર ફ્રોડનું છે કે અન્ય કોઈ રીતે આવ્યું છે, તે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આટલું થવા છતાં પણ કલ્યાણકારી જેના શિષ્ય છે તેવા ભવનાથ ક્ષેત્રમાં અવધૂત આશ્રમનો વહીવટ કરતા મહાદેવગીરીએ આ બાબતનો ઈનકાર કર્યો હતો પરંતુ ગૌશાળામાં કે આશ્રમમાં જે દાન આવે છે તેનો હિસાબ રાખવો સરકારી નિયમ મુજબ જરૂરી હોય છે. કલ્યાણગીરી મહંત તરીકેની ઓળખ ધરાવે છે અને તેમને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનો સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી બાપુ યુવાનોને સરળતાથી રૂપિયા કમાવાની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લેતા હતા. ગૌશાળાના હિંચકા ઉપર બેસીને યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથે સાથે રૂપિયા કમાવાની લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળતા હતા. આ વિશ્વાસનો લાભ લઈને તે યુવાનો તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાની હેરાફેરી માટે ‘મ્યુલ એકાઉન્ટસ’ તરીકે થતો હતો. હંમેશા યુવાનોને ડર્યા વગર આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. બેંકમાંથી ફ્રોડના પૈસા કાઢી આવ્યા બાદ આ યુવાનોને કમીશન મળતુ હતુ. આ રકમ જમા થયા બાદ એક કહેવાતા બાપુનો માણસ જેનું પણ બેંક એકાઉન્ટ છે તે તેની હાજર રહેતો હતો. આ પ્રકારે બાપુ યુવાનોના બેંક એકાઉન્ટ અને તેની અન્ય વિગતો મળીને કીટ તૈયાર કરતા હતા અને જેનો ઉપયોગ રાષ્ટ્રવ્યાપી સાયબર ફોંડમાં થતો હતો. આ બનાવનો કલ્યાણગીરી બાપુનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

જૂનાગઢ પોલીસે છેલ્લા ચાર દિવસમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ્સનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને જિલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમાં તમામ ગુનાઓની કુલ રકમ અંદાજે 2.82 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. આ સમગ્ર નેટવર્કના તાર કલ્યાણગીરી બાપુના સંગઠિત જૂથ સાથે જોડાયેલા હોવાની શક્યતા છે. આ તમામ ગુનાઓમાં ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ થયો છે, જે સાબિત કરે છે કે તે એક સંગઠિત ગુનાહિત નેટવર્ક છે. ભવનાથ નજીકની ગૌશાળા સંભાળતા કલ્યાણગીરી બાપુની એસઓજી દ્વારા સઘન પૂછપરછ ચાલુ છે. આ તમામ ગુનાઓના મૂળ સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે. કલ્યાણગીરી પૂછપરછમાં હજુ ઘણા નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક