• મંગળવાર, 03 માર્ચ, 2026

ભાગીને લગ્ન કરનાર માટે નવા કાયદાની તૈયારી : માતા-પિતાને મોકલાશે નોટિસ લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ ફરજિયાત અને માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે

 આજની મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ રજૂ થવાની પ્રબળ શક્યતા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 16: રાજ્યમાં લવ જેહાદ, ખોટી રીતે થતી લગ્ન નોંધણી અને ભાગેડુ લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ગુજરાત લગ્ન નોંધણી કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવાની દિશામાં આગળ વધી છે. આવતીકાલે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે મહત્ત્વનો પ્રસ્તાવ રજૂ થવાની પ્રબળ શક્યતા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આવતીકાલે બુધવારે 17 ડિસેમ્બરે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા-પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમ લગ્ન બાબતે માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે. આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જે બુધવારે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક