• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ઙઞઈ દરમાં વધારો

ઙઞઈના દરમાં રૂ. 10 થી રૂ. 50 સુધીનો વધારો ઝીંકાયો, કાર માટે સીધા 50 રૂપિયાનો વધારો ચર્ચાનો વિષય

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 16: રાજ્ય સરકારે વાહનો માટે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) ની ફીમાં વધારો કર્યો છે. આ નિર્ણય બાદ બાઈક, કારથી લઈને બસ અને ટ્રક ચલાવતા લોકોને હવે પહેલાં કરતાં વધારે રકમ ચૂકવીને પીયુસી કઢાવવું પડશે.

સરકારના નવા નિર્ણય મુજબ પીયુસીના દરોમાં રૂ. 10થી રૂ. 50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને કાર માલિકો માટે ફીમાં થયેલો સીધો રૂ. 50નો વધારો ચર્ચાનો વિષય બન્યો છે. મોંઘવારીના સમયમાં આવો વધારો મધ્યમ વર્ગ માટે વધારાનો આર્થિક બોજ ગણાઈ રહ્યો છે.

નિયમ અનુસાર માન્ય પયુસી વગર વાહન ચલાવવું કાયદેસર ગુનો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા ભારે દંડ વસૂલવામાં આવે છે. આવી સ્થિતિમાં વાહનચાલકો પાસે પીયુસી નહીં કઢાવવાનો વિકલ્પ નથી. પરિણામે હવે વધુ પૈસા ચૂકવીને પણ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બની ગયું છે. પીયુસી સેન્ટરોના સંચાલકોનું કહેવું છે કે મશીનની જાળવણી, કર્મચારીઓનો ખર્ચ અને અન્ય ખર્ચમાં વધારો થતાં ફી વધારવાની લાંબા સમયથી માગ હતી. સરકારના આ નિર્ણયથી સેન્ટરોને થોડી રાહત મળશે, પરંતુ સામાન્ય જનતા માટે આ નિર્ણય ખિસ્સા પર સીધી અસર કરનાર સાબિત થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક