ગેરકાયદે બનાવવામાં આવેલી સોસાયટીઓ તોડી પડાઈ, 15 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરાશે
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
તા. 16: અમદાવાદના સરદારનગરમાં એએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં કમલ તળાવ પર થયેલ દબાણો પર બુલડોઝર ફર્યું હતું. 150 થી વધુ મકાનોનું દબાણ દૂર
કરવામાં આવ્યું હતું. ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદના
સરદારનગરમાં ગેરકાયદે સોસાયટીઓ બનાવવામાં આવી હતી. જે બાબતે એએમસી દ્વારા અનેક વખત
નોટિસ આપવામાં આવી હતી. સતત 21 દિવસથી કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં
આવી રહી હતી. અનેક લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી છે. પરંતુ જે લોકોએ જગ્યા ખાલી કરી
નથી ત્યાંથી દબાણ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. કાટમાળ હટાવ્યા પછી તળાવનું રિડેવલપમેન્ટ
કરવામાં આવશે. દબાણ હટાવવા થી કુલ 15000 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવશે.
નોંધનીય
છે કે થોડા સમય પહેલા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા
તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.