• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

બહાર આવ્યું ઓરિસ્સા રેલ દુર્ઘટનાનું સત્ય : કોરોમંડલ માટે અચાનક રેડ થયા બન્ને સિગ્નલ

- ટ્રેનના બ્લેક બોક્સ કહેવાતા ડેટા લોગરમાંથી મળી જાણકારી : લૂપ લાઈન

અને અપ લાઈનના સિગ્નલ ગ્રીનમાંથી અચાનક બદલી ગયા

નવી દિલ્હી, તા. 8 : ઓરિસ્સા રેલ દુર્ઘટનામાં હવે એક નવી બાબત સામે આવી છે. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માટે અચાનક લુપ અને અપ લાઈનના સિગ્નલ રેડ થઈ ગયા હતા. ટ્રેનોના બ્લેક બોક્સ કહેવાના ડેટા લોગરથી આ જાણકારી સામે આવી છે. ડેટા લોગર અનુસાર કોરોમંડલ એક્સપ્રેસને હોમ અને આઉટર બન્ને સિગ્નલ ઉપર ગ્રીન લાઈટ આપવામાં આવી હતી અને પછી અચાનક સિગ્નલ રેડ થઈ ગયા હતા. ત્યારબાદ લૂપ લાઈનનું સિગ્નલ પણ રેડ થયું હતું.

કોરોમંડલ એક્સપ્રેસ મેન લાઈનથી લૂપ લાઈન ઉપર ચાલી ગઈ હતી. જ્યાં પહેલાથી રહેલી માલગાડી સાથે ટક્કર થઈ હતી. ટ્રેનના અમુક કોચ ડાઉન લાઈન ઉપર પણ ચાલ્યા ગયા હતા જ્યાં ચાલી રહેલી યશવંતપુર હાવડા ટ્રેન સાથે ટક્કર થઈ હતી. આ દુર્ઘટના સૌથી ભીષણ રેલ અકસ્માતમાંથી એક છે. ડેટા લોગરથી મળેલી જાણકારીએ ઘણા સવાલ ઉભા કર્યા છે. રિપોર્ટ મુજબ સિગ્નલિંગ અને ટેલિકોમ એક્સપર્ટ અનિલ અગ્રવાલના કહેવા પ્રમાણે ડેટા લોગર દુર્ઘટના સમયની મહત્ત્વની જાણકારી આપે છે. આ ટાઈમ સાથે બાબતો દર્શાવે છે. તેનાથી જાણવા મળે છે કે પ્લેટફોર્મ ખાલી છે કે નહી. જો પ્લેટફોર્મ ઉપર કોઈ ટ્રેન છે તો તે ઉભી છે કે ચાલી રહી છે તે પણ જાણવા મળે છે. સ્ટેશન માસ્ટરને સૂચના આપવા માટે ટ્રેક ઉપર પણ સેન્સર હોય છે.

અગ્રવાલ અનુસાર રેલવે ટ્રેક ઉપર કોઈ ટ્રેન ઉભી હોય છે ત્યારે ડેટા લોગર ઉપર લાઈન રેડ થાય છે જ્યારે ટ્રેક ખાલી હોય તો તે ગ્રે થાય છે. અગ્રવાલે કહ્યું હતું કે, સૌથી પહેલા યશવંતપુરા હાવડા ટ્રેનને જવા માટે ડાઉન લાઈન ઉપર યલો અને ગ્રીન સિગ્નલ મળ્યું હતું. બાદમાં કોરોમંડલ એક્સપ્રેસ માટે અપલાઈનના સિગ્નલ સાફ કરવામાં આવ્યા હતા જ્યારે યશવંતપુર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કોરોમંડલ બહનાગા બજાર સ્ટેશન પાસે પહોંચવાની શરૂઆત કરે છે. આ સમયે કોરોમંડલ માટે બન્ને સિગ્નલ ગ્રીન હતા. જો કે અચાનક અપલાઈન રેડ થઈ હતી. બાદમાં લૂપ લાઈન પણ રેડ થઈ હતી. લૂપ લાઈન ઉપર માલગાડી હતી. આ રીતે પૂરી ઘટનામાં શું સિગ્નલ મળ્યા તે ડેટા લોગરમાં જોવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક