• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

અમેરિકામાં ભારતીય રાજદૂત પર હુમલો

ન્યૂયોર્કનાં ગુરુદ્વારામાં ખાલિસ્તાન સમર્થકોએ આરોપ મૂક્યો : નિજ્જરની હત્યા તમે જ કરાવી, શીખ સમુદાયના

લોકોએ સંધુને બચાવ્યા

 

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધુ પર હુમલો કરી નાખતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

સંધુ ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડ ગુરૂદ્વારામાં ગુરૂપરબ નિમિત્તે માથું ટેકવા પહોંચ્યા ત્યારે ભારે ખરાબ વર્તન કરીને ખાલિસ્તાનીઓએ આરોપ મુકયો હતો કે, તમે જ નિજ્જરની હત્યા કરાવી છે. પન્નુની હત્યાનો કારસો પણ તમે જ રચ્યો છે.

ભારતીય રાજદૂતને ઘેરી લેતાં મારપીટ કરીને ઘાયલ કરવાનો કોશિષ કરાઈ હતી. જો કે, ત્યાં હાજર શીખ સમાજના મોવડીઓએ વચ્ચે પડી સંધુને બચાવી લીધા હતા.

વારંવાર આતંકવાદી હરદીપસિંહ નિજ્જર અને ગુરૂપતવંતસિંહ પન્નુના નામો લેતા રહી ખાલિસ્તાની સમર્થકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભારતીય રાજદ્વારીઓએ જ ખાલિસ્તાન સમર્થક નિજ્જર પર જીવલેણ હુમલો કરાવ્યો હતો.

ભારતીય રાજદૂતને ઘેરાયેલા જોતાં જ ગુરૂદ્વારામાં મોજુદ શીખ સમુદાયના લોકો દોડી આવ્યા હતા.

તરનજીતસિંહ સંધુ પર હાથ ઊઠાવવાનો પ્રયાસ થતાં જ શીખ લોકોએ ખાલિસ્તાન સમર્થકોને પાછળ ધકેલી દીધા હતા. પછી સંધુને સુરક્ષિત બહાર કાઢયા હતા.

એટલું જ નહીં, ગુરૂદ્વારામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારત?વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ ખાલિસ્તાની ઝંડો પણ લહેરાવ્યો હતો.

આશ્ચર્યજનક રીતે બહાર આવ્યા બાદ ભારતીય રાજદૂત સંધુએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ગુરૂદ્વારામાં સંગતમાં કિર્તનમાં ભાગ લઈને આનંદ થયો. હુમલાનો ઉલ્લેખ પણ સંધુએ ન્હોતો કર્યો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024