• સોમવાર, 06 મે, 2024

ગુજરાતમાં 27મીથી વડાપ્રધાન મોદી  અમિત શાહ કરશે ધુંઆધાર પ્રચાર

-ચાર ઝોનમાં રોડ-શો સાથે જનસભા સંબોધશે

અમદાવાદ, તા.23 : લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7ના રોજ સુરત સિવાયની તમામ 25 લોકસભા બેઠક પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠક પર પેટચૂંટણીનું મતદાન થશે. મહત્ત્વનું છે કે, સુરત લોકસભા બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન

શરૂ કરશે.

આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ધુંઆધાર પ્રચાર કરશે. રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભા કરશે અને એક રોડ-શો કરશે. શહેરી વિસ્તારોમાં રોડ-શો, તો ગ્રામ્ય વિસ્તારોમાં જનસભા કરશે.

બીજાં ચરણનાં મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરશે જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરવાના છે. આ સિવાય વડાપ્રધાન મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે. દરમિયાન તેઓ દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે. લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધવાના છે. વડાપ્રધાનનાં આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે.

જ્યારે 27થી 29 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સભાને સંબોધિત કરશે. આ સાથે તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ  ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ-શો, નુક્કડ સભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરતા દેખાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીંબડી પાસે ટ્રકમાંથી રપ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો દારૂ, ટ્રક, રોકડ મળી 37.39 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ May 05, Sun, 2024