પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ભારત અને અડધા વિશ્વને ડૂબાવી દેવાની જે ધમકી આપી છે એઁ માત્ર ધમકી છે કે ભારત ઉપર હુમલો કરવાનો પ્લાન છે? આ વિષયમાં આપણા વિદેશખાતા તથા રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. મુનીરે આ ધમકી આપણા ‘િમત્ર’ ગણાતા દેશ - અમેરિકાની ધરતી ઉપરથી આપી છે એથી નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરીને આ બાબત ચર્ચા કરવામાં આવશે.
મુનીરે
અણુયુદ્ધ થાય તો અમે તો ડૂબશું - પણ સાથે અડધી દુનિયાને પણ ડુબાવીશું એવી જે ધમકી આપી
છે તે સમગ્ર વિશ્વ માટે છે અને - અમેરિકા સહિત વિશ્વસત્તાઓએ તેની નોંધ લેવી જોઈએ, લીધી
જ હશે. પાકિસ્તાની ફિલ્ડ માર્શલ માત્ર લશ્કરના જ નહીં - આતંકવાદીઓના પણ વડા છે તે વાસ્તવિકતા
હવે દુનિયાએ સ્વીકારવી પડશે. અૉપરેશન સિંદૂર પછી ભારતે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિશ્વ
પ્રવાસે મોકલીને પાકિસ્તાનનો બુરખા પાછળનો ચહેરો બતાવી દીધો છે. હવે મુનીરનું પોત પ્રકાશ્યું
છે તેથી એમના વિશે કોઈને શંકા હોય તો તે પણ દૂર થવી જોઈએ.
ભારતે
પાકિસ્તાનને સિંધુ જળસ્રોત બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે ત્યારે મુનીર દાવો કરે
છે કે સિંધુના જળ ઉપર એમનો હક છે અને ભારત ત્યાં બંધ બાંધે ત્યાં સુધી અમે રાહ જોઈશું
અને બંધાઈ ગયા પછી અમારી મિસાઇલ છોડીને બંધ તોડી પાડીશું - શક્ય છે કે બંધ બંધાઈ જાય
ત્યાં સુધી પાકિસ્તાન રાહ જુએ નહીં અને અચાનક હુમલો કરે. આ અગાઉ પહલગામમાં હિન્દુ યાત્રીઓ
ઉપર આતંકી હુમલો થયો તે પહેલાં જ અમેરિકામાં પાકિસ્તાની વસાહતીઓને એમણે ભારત ઉપર હુમલો
કરવાનો નિર્દેશ આપી દીધો હતો. એવી જ રીતે એમણે આ વખતે ટ્રમ્પના ખોળામાં બેસીને ધમકી
આપી છે તેથી એમના ઇરાદાનો અંદાજ આપણને આવી શકે છે.
ભારતે
મુનીરની ધમકીના જવાબમાં કહ્યું છે કે પાકિસ્તાની બુરખો હવે ઊતરી ગયો છે, પણ ભારત પોતાની
સલામતી માટે તૈયાર છે. અણુયુદ્ધની ધમકીની કોઈ અસર નથી. પાકિસ્તાની વિદેશ ખાતાએ ભારતના
પ્રત્યાઘાતને બિનજરૂરી ગણાવ્યા છે.
હવે
એક વાત નોંધપાત્ર છે કે ભારતે વારંવાર કહ્યું છે કે યુદ્ધવિરામ છે, પૂર્ણવિરામ નહીં;
તેથી હવે મુનીર છમકલું કરે તો પણ ભારત તેના ઉપર ત્રાટકવા તૈયાર છે એમ મુનીરે સમજવું
પડશે.