અમરેલી:
ભાસ્કરભાઈ ટપુભાઈ થડેશ્વર (ઉં.64) ભાવનગરવાળા હાલ અમરેલી તે દીપાલીબેન, બિંદુબેનના
પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, ઓમનગર, શેરી નં.3, બ્લોક
નં.107, અમરેલી છે.
વેરાવળ:
લક્ષ્મીદાસ દામજીભાઈ વાઘેલા (ઉં.83)(શ્રી શાહ.એચ.ડી.હાઈસ્કૂલ ઉનાના નિવૃત્ત પ્રિન્સિપાલ)
તે મનહરભાઈ, રવિન્દ્રભાઈ, ગૌતમભાઈ તથા દિવ્યાંગભાઈના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું
છે. બેસણું તા.9ના બપોરે 3થી 4, સતીમાના મંદિર, ભાવના સોસાયટી-2 ખાતે છે.
રાજકોટ:
શ્રેયા સચીનભાઈ મહેતા (ઉં.20) તે સ્વ.વી.કે.મહેતા તથા શ્રીલેખાબેનની પૌત્રી, સચિનભાઈ
તથા દિપ્તીબેનની પુત્રી, માન્યાની મોટી બહેન, પ્રિન્સ, સોનલ, રૂપલની ભત્રીજી, તે લલીતભાઈ
મગનલાલ દોશી (વડિયાવાળા)ની દોહિત્રી, તે અમિતભાઈ દોશીની ભાણેજનું તા.7ના અવસાન થયું
છે. ઉઠમણું તા.9ના સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા 11 કલાકે શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલ
પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
ભાવનગર:
મર્હૂમ ઉંમરભાઈ રહેમાનભાઈ મલેકના દીકરા ગફારભાઈ (ઉં.60) તે ઈમરાનભાઈના પિતાશ્રી, મલેકભાઈ
અહેમદભાઈ ઉસ્માનભાઈ વેરણયાના નાનભાઈ, શેખ ઈમરાનભાઈ ઉંમરભાઈ, મુરતુજા રહીમભાઈના સસરા,
સદામભાઈ સલીમભાઈના કાકાનું તા.7ના અવસાન થયું છે. જિયારત ભાઈઓ માટે તા.9ને સોમવારે
સવારના 8-30 કલાકે અમીપરા મસ્જિદ, ભાવનગરમાં તથા બહેનો માટેની બેઠી જિયારત અમીપરા શેલારસા
હોલ ભાવનગર છે.
નાના
ભાદરા: મુળ ગણોદ હાલ નાના ભાદરા (તા.જામકંડોરણા) નિવાસી વિનુભાઈ બાબુભાઈ બગથરીયા (ઉ.65)
તે જીતુભાઈ, અનિલભાઈના પિતાશ્રી, સ્વ.રમણીકભાઈ બગથરીયાના નાનાભાઈ, અતુલભાઈના કાકાનું
તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના નાના ભાદરા છે.
ભિલાઈ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ તળાજા હાલ ભિલાઈ નિલિમાબેન દવે (ઉ.66) તે નરેન્દ્રભાઈ ભાઈશંકરભાઈ
દવેના પત્ની, સ્વ.રજનીભાઈ, નવીનભાઈ, કૌશિકભાઈના ભાભીનું તા.7ના અવસાન થયું છે. બેસણું
તા.9ના સાંજે 4 થી 5, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર સોસાયટી શેરી નં.4, 150 ફુટ રીંગ
રોડ, રાજકોટ છે.
જામખંભાળીયા:
નાના આશોટા હાલ જામખંભાળિયા ગૌરીબેન નટવરલાલ ઉચડાનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.9ના 4-30 થી 5, યોગેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વર નગર છે.
જામનગર:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજના પરેશભાઈ ભટ્ટ (ઉ.61) તે સ્વ.પ્રભુલાલ મણિલાલ ભટ્ટના મોટા
પુત્ર, કીરણબેનના પતિ, તે મીનાબેન ચાંદલીયા, રેખાબેન પંડિત, રાજેશભાઈ ભટ્ટ, મયુરીબેન
રાવલના ભાઈ, વિવેક, પ્રશાંતના પિતાશ્રી, જ્હાન્વીબેન પ્રશાંતભાઈના સસરા, મૌલિક અને
નિશાંતના ભાઈજી, સ્વ.લાભશંકર મોહનલાલ ત્રિવેદી (વાગડીયા)ના જમાઈ, હસુબેન દિપેશભાઈ,
મેહુલભાઈના બનેવીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5 થી 5-30, નવાગામ-ઘેડ
મિલન સોસાયટીમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરે ભાઈઓ, બહેનો માટે છે.
ગોંડલ:
વલ્લભભાઈ લાલજીભાઈ કણસાગરા (ઉ.72) તે પરેશભાઈ, કિરણબેન જયદીપભાઈ ભાલોડીયાના પિતાશ્રી,
દમયંતીબેન, જયદીપભાઈ મગનભાઈ ભાલોડીયાના સસરાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના
સવારે 8 થી 10, અજંતા સોસાયટી, જીવરાજ પાર્કની બાજુમાં, ગુંદાળા ચોકડી, ખોડીયાર ગેરેજવાળી
શેરી, ગોંડલ છે.
કોડીનાર:
નાગરીક સહકારી બેંકના ચેરમેન, બ્રહ્મ સમાજ અગ્રણી છારીયા ઉનેવાળ બ્રાહ્મણ ચંદ્રકાંતભાઈ
જયાનંદભાઈ જાની (ંચંદુશેઠ)(ઉ.81) તે હેમાંગભાઈ, ભાવેશભાઈ, અમિતભાઈ, બીનાબેન જીજ્ઞેશકુમાર
આચાર્યના પિતાશ્રી, મધુસુદનભાઈના મોટાભાઈ, નરેન્દ્રભાઈના કાકાનું તા.6ના અવસાન થયું
છે. ઉઠમણું તા.9ના સવારે 9-30 કલાકે જંગલેશ્વર મંદિરે તથા બેસણું સાંજે 4 થી 6, મોઢ
મહાજન વાડી, કોડીનાર છે. નાગરીક બેંક પરિવાર કોડીનાર, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રાર્થનાસભા
રાત્રે 9-30 કલાકે મોઢ મહાજન વાડી ખાતે છે.
પોરબંદર:
અડવાણા ગામના દયારામ ગોવિંદજી થાનકી (ઉ.84) તે સ્વ.મણીલાલ, સ્વ.મણીબેન, જયાબેનના ભાઈ,
તે રમેશભાઈ, હસમુખભાઈ, ચંપકભાઈ, ઈન્દુબેનના પિતાશ્રી, તે કોમલબેન, કરણ, વિભૂતિ, કેવલ,
જલ્પા, રિદ્ધિ, અંજલિ અને નીધિના દાદાનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના 4 થી
5, અડવાણા ગામે બર્ડાઈ બ્રહ્મસમાજની વાડીએ છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણીક લતાબેન નરેન્દ્રભાઈ ગોરસીયા તે નરેન્દ્રભાઈ દામોદરદાસ ગોરસીયાના પત્ની,
પુર્વી નીમેષ ગોસલીયા, શ્વેતાના માતુશ્રી, સ્વ.રમણીકલાલ ટી.ઝવેરીના પુત્રી, સ્વ.િદલીપભાઈ,
સ્વ.કીરીટભાઈ, ધીરેન્દ્રભાઈ, ભાનુબેન વખારીયા, નીલાબેન શાહના ભાભીનું તા.7ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.9ના સાંજે 4-30 થી 5-30, નાગર બોર્ડીંગ, વિરાણી ચોક, રાજકોટ
છે.
મોરબી:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ મોરબી હાલ નાગપુર ભરતભાઈ અમૃતલાલ ત્રિવેદી (એ વન મોરબી ટાઈલ્સ
નાગપુરવાળા) તે સ્વ.અમૃતલાલ છગનલાલ ત્રિવેદીના પુત્ર, તે ગૌતમભાઈ (ભીખુભાઈ), મહારાજા
ટાઈલ્સ, લલીતભાઈ (રમણકાંત લોજ), સ્વ.જ્યોત્સનાબેન અનીલકુમાર દવે, ચારૂબેન ભાનુશંકર
ત્રિવેદીના ભાઈ, તે ભાવનાબેન ત્રિવેદીના પતિ, કૌશિકભાઈ, ચિત્રાબેન ધવલકુમાર ત્રિવેદી
(ફલ્લા)ના પિતાશ્રી, તે સ્વ.અનિલભાઈ પ્રાણજીવન જોષી (સજ્જનપર)ના જમાઈનું તા.3ના અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું તા.9ના સાંજે 4 થી 5, ચા.મ.મોઢ બોર્ડીંગ, સાવસર પ્લોટ,
10/11 મોરબી છે.
મોરબી:
ચંદ્રિકાબેન રમેશચંદ્ર મહેતા તે જીતેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ મહેતાના ભાભી, તે મીલનભાઈ
દીપકભાઈ મહેતાના ભાભુ અને મહેશભાઈ કાંતિલાલ જોષીના બેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું
તા.8ના સાંજે 4 થી 6, હાઉસીંગ બોર્ડ, રામેશ્વર મંદિર, સામાકાંઠે, મોરબી-2 ખાતે બંન્ને
પક્ષનું સાથે છે.